તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કલોલથી પલસાણાના બિસમાર રોડથી રાહદારીઓને હાલાકી

કલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પલસાણાથી કલોલ જતા રોડ પર પડેલા ખાડાઓના કારણે અનેક વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાન. - Divya Bhaskar
પલસાણાથી કલોલ જતા રોડ પર પડેલા ખાડાઓના કારણે અનેક વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાન.
  • રોડ ઉપર અનેક ખાડાઓ પડવા છતાં તંત્રની ચૂપકિદી

કલોલ તાલુકાના પલસાણા ગામથી કલોલ જતા રોડ પર પડેલા ખાડાઓના કારણે આ સમગ્ર રોડ છેલ્લાં કેટલાંક સમયથી બિસ્માર હાલતમાં છે. જેના પગલે આ રોડ પરથી અવર જવર કરતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના નગરજનોને અમદાવાદ અથવા તે તરફના અન્ય વિસ્તાર તરફ જવું હોય તો નેશનલ હાઈવે પર આવેલા પલસાણા ગામથી અમદાવાદ જઈ શકાય છે. જેથી નગરજનો હાઈવે કરતા પલસાણા જાસપુર થઈ વૈષ્ણવદેવી સર્કલ જવાનું વધારે પસંદ કરતા હોય છે.

જેના કારણે આ રોડ પર વાહનોની અવર જવર વધારે રહેતી હોય છે. બીજી તરફ આ રોડ પર વધારે વાહનોની અવરજવરના કારણે આ રસ્તો સાંકડો પડી રહ્યો છે. તેવામાં આ રસ્તે ઠેરઠેર ખાડા પડી જતાં આ રસ્તો સાવ ભંગાર બની ગયો હોય તેમ લાગે છે. જેના કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માતનો ખતરો ઉભો થવા પામ્યો છે. તો સત્વરે આ રોડનું રિપેરીંગ કામ કરાય તેવી રાહદારીઓ દ્વારા માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો