તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કલોલ કોંગ્રેસના 20 કાઉન્સિલરમાંથી 11 કપાયા , 9 ઉમેદવાર રીપીટ કરાયા

કલોલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડનં 6માં ભાજપના ગત ટર્મમાં હારેલા ઉમેદવાર પર પસંદગી : 24 હારેલી બેઠકો માટે 22 નવા ઉમેદવારો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ગત ટર્મ માં કોંગ્રેસ ને વોર્ડનં 2, 6, 7, 10, 11 પેનલો વિજય થતા 20 સીટો આવી હતી. જેમાંથી કોંગ્રેસ દ્વારા 9 ઉમેદવારો ને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 11 ઉમેદવારો કાપાયા હતા. જેમાં વાર્ડનં 2માં નસરૂદ્દીન મલેક કપાયા તેમજ પવિત્રાબેન ભાજપમાં જવાથી કપાયા જ્યારે જીતેલા 2 ઉમેદવારો ને રીપીટ કરાયા હતા.

વોર્ડનં. 6 માં જિયાઉદીન, રૂકક્ષારબેન કપાયા તેમજ કીરીટ જાદવ ભાજપ માં જોડાતા કપાયા આ સીટ પર ગઈ વખત ભાજપ માંથી હારી ગયેલ વાઘેલા સંજયકુમાર રમેશચંદ્ર ને કોંગ્રેસે દ્વારા ટીકીટ ફાળવવામાં આવી હતી. વોર્ડ નં 7 ના વિજેતા 4 ઉમેદવારો ને રીપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડનં 10 સંગીતાબેન પ્રજાપતિ, પાર્વતીબેન પરમાર ટિકિટ કપાઈ હતી. જ્યારે પ્રકાશભાઈ મરાઠા ભાજપમાં જતા 1 રીપીટ સહિત નવા ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે વોર્ડનં. 11 માં અશોકભાઈ પરમાર શહેર કોંગ્રેસના અધ્યક્ષ હોવાથી ટિકિટ લીધી ન હતી જ્યારે પ્રકાશભાઈ કટારિયા ને વોર્ડનં 5 માંથી ટિકિટ ફાળવી હતી. તેમજ મંજુલાબેન ઠાકોર તેમજ મંદાબેન જાદવની ટિકિટ કાપી આ વોર્ડમાં નવા 4 દલિત ઉમેદવારોને ટિકિટો ફાળવાઈ હતી.

જ્યારે વોર્ડનં 1, 3, 4, 5, 8, 9 માં ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવારો માંથી વોર્ડનં.3 ના મનોજભાઈ નાયક તેમજ વોર્ડ 4ના મહેશ પટેલ સીવાયના તમામ નવા ઉમેદવારો ને તક આપવામાં આવી છે.આમ કલોલ નગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ ખેલાય તેમ હાલના સમીકરણો પરથી લાગી રહ્યુ છે જોઈએ આગળ કેવું ચિત્ર સ્પષ્ટ થાય છે.?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો