આયુર્વેદ શાખા, ગાંધીનગર જિલ્લા પંચાયત, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ, કોલવડા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ સે.22 અને અન્ય સહભાગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તારીખ 7મી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના આયુષ મેળાનું આયોજન કલોલના ભારત માતા ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું છે. આ મેળાનો આરંભ સવારના 8 કલાકેથી સાંજના 8 વાગ્યા સુધી યથાવત રહેશે.
આ મેળાના આરંભે સવારે 8થી 8.45 કલાકે યોગ શિબિર, 8.30થી 9.15 દરમિયાન પ્રભાત ફેરી તથા સાંજે 4થી 6 દરમિયાન આયુષ થીમ પર ભવાઈ, ડાયરો , નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ખાસ આકર્ષણોમાં આયુષ થીમ પર ફુડ સ્ટોલ, આયુર્વેદિક ઔષધિય પીણા અને વાનગીના સ્ટોલ પણ ઉભા કરાયા છે. કેમ્પમાં પ્રથમ 100 દર્દીઓનું નાડી પરીક્ષણ નિષ્ણાંત નાડી વૈધ રાકેશ ભટ્ટ, વૈધ દેવાનંદ પંડિત, વૈધ મીના ઠાકર દ્વારા કરવામાં આવશે.
ચામડીના રોગો, સ્ત્રી રોગો, બાલરોગો, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જેવા તમામ રોગોની નિષ્ણાંતો દ્વારા સારવાર આપવામાં આવશે. જનરલ હોમિયોપેથી ઓ.પી.ડી ગુજરાતના પ્રખ્યાત હોમિયોપેથી અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી, મિનિસ્ટ્રી ઓફ આયુષના પ્રેસિડેન્ટ ડો. પિનાકીન ત્રિવેદી અને ટીમ દ્વારા હોમિયોપેથી સારવાર, પ્રક્રૃતિ પરિક્ષણ–તમામ શરિરની તસીર, કોઠા પ્રકૃતિને જાણી આહાર વિહાર અંગે માર્ગદર્શન, શરિરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા હર્બલ ટી વિતણ, સુગર અને બ્લડ પ્રેશર ચેકઅપ, બાળકોની બુધ્ધિ શક્તિ અને રોગપ્રતિકારકતા વધારવા માટે સુવર્ણ પ્રાસન જેવી સુવિધાઓ આ શિબિરમાં ઉપલબ્ધ થશે. શિબિર દરમ્યાન હોમિયોપેથીને જાણો વિષય પર વક્તવ્ય ડૉ, પિનાકીન ત્રિવેદી દ્વારા, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર પર વક્તવ્ય ભરત રામાવત, રસોડાનાં ઔષધ પર વક્તવ્ય ડો. હેમલ ભટ્ટ અને ડો.નીતા રાવલ દ્વારા તથા ગર્ભસંસ્કાર વિશે વક્તવ્ય ડો. તેજલ ખોખર દ્વારા આપવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.