અકસ્માત નડ્યો:રોંગ સાઇડે આવી વાહને કારને અડફેટે લેતાં 2ને ઇજા

કલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધેધુ-ગોઝારિયા માર્ગ પર સર્જાયેલો અકસ્માત
  • પેથાપુર ગામની ઓમકાર રેસિડેન્સીમાં રહેતા રહીશને અકસ્માત નડ્યો હતો

ધેધુ-ગોઝારીયા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં રોંગ સાઇડમાં આવતા કેરીયરે કારને અડફેટે લેતા 2ને ઇજા પહોંચી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર પેથાપુરની ઓમકાર રેસિડેન્સીમાં રહેતા કૌશિક ઉદયભાણજી ઠાકોરે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા ફરિયાદ પ્રમાણે ગત તા 5મી ઓક્ટોબરે સાંજે 6 વાગ્યાનાં અરસાંમાં તેમનાં દાદા તથા દાદીને સ્વીફ્ટમાં બેસાડીને ઘેધુથી ગોજારીયા તરફ જઇ રહ્યા હતા.

ત્યારે સામેથી રોંગ સાઇડમાં પુરઝડપે આવેલા છોટા હાથી પીક-અપ નં જીજે 18 બીટી 2363એ સ્વીફ્ટ સાથે અકસ્માત કર્યો હતો. જેમાં કારમાં સવાર કૌશિકભાઇનાં દાદા તથા દાદીને ઇજાઓ. પહોચી હતી. આ ફરીયાદનાં આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય નિયમનનું પાલન કરાવાય તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...