તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફરિયાદ:સાંતેજથી પકડાયેલા એસિડના ટેન્કર મુદ્દે કંંપનીના સંચાલક સહિત 3 સામે ગુનો

કલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેબ્રુઆરીમાં એલસીબીએ રિજેક્ટેડ એસિડનો જથ્થો ઝડપ્યો હતો

કલોલના સાથે ગામે કોઠારી એસ્ટેટમાં ઝડપાયેલા રિજેક્ટેડ એસિડ ઝડપાવાના કેસમાં કંંપનીના સંચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે. ગાંધીનગર એલસીબી 5 ફેબ્રુઆરીએ સાંતેજ ગામે આવેલ કોઠારી એસ્ટેટમાં કેમિકલની ફેક્ટરી અશ્વિન ફાસ્ટર કંપનીમાં દરોડો પાડયો હતો અને કંપનીમાંથી એસિડવાળું પાણી ભરેલ ટેન્કર ઝડપી લીધું હતું. આ ટેન્કરનો ચાલક ટેન્કર ભરીને નંદેશ્વરી જીઆઇડીસીમાં ખાલી કરવા જતો હતો.

દરોડો પાડવા ગયેલી પોલીસે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરતા કંપની પાસે જરૂરી પરવાનગીઓ હતી નહીં અને ઠેર-ઠેર એસિડના પાણી ભરેલા હતા. જે મુદ્દે 22 ફેબ્રુઆરીનો રોજ કંપની બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ મુદ્દે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીના સંચાલકો ટેન્કર ચાલક નાનુભાઈ સગરામભાઈ ભરવાડ તથા ટેન્કરના માલિક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો