સાતેજ પોલીસનો દરોડો:વડસરમાં ઘાસની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો; પોલીસે 60 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી.ઓડેદરા તેમજ સ્ટાફના માણસ જુદી જુદી ટીમો બનાવી પ્રોહીબિશન જુગારના કેશો શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ડાંગરના ઘાસની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વડસર ગામમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ ડેરીવાળા વાસમાં રહેતા સુનિલજી ઉર્ફે મરઘી ગોવિંદજી ઠાકોરના કબજા વાળા મકાનમાંથી તેમજ તેની બાજુમાં આવેલ નવા બનતા બારી બારણા વગરના મકાનમાં ડાંગરના ઘાસની ગાસડીઓની નીચે ભારતીય બનાવટીના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ નંગ 180નો જથ્થો કબજે કરી દીધો હતો. જેની સરકારી ચોપડે કિંમત રૂપિયા 60,445નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુનિલજી ઉર્ફે મરઘી ગોવિંદજી ઠાકોર ભાગવામાં સફળ રહ્યો હતો. સાતેજ પોલીસે ભારતીય બનાવટીના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ નંગ 180નો જથ્થો જેની કુલ કિંમત 60,445નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...