કલોલ પંચવટી વિસ્તારમાં રહેતા પાર્થિવ રોહિતભાઈ પરીખ જેઓ પોસ્ટ ઓફિસ એજન્ટ તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પોસ્ટ ઓફિસ એજન્ટ તરીકેના કામના ફરજના ભાગરૂપે ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવીને પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા જતા હતા. તે સમય દરમિયાન કોઈ અજાણ્યો ગઠિયો થેલી કાપીને પૈસા ઉઠાવી લઈ ગયો જેની કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ.
કલોલ શ્યામ બંગ્લોઝ, પંચવટી વિસ્તારમાં રહેતા પરીખ પારથીવભાઈ રોહિતભાઈ જેઓ કલોલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસ એજન્ટ તરીકે ફરજ બજાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ફરજના ભાગરૂપે ગઈકાલે કલોલ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા માટે ઘરેથી પોતાનું બાઈક લઈને નીકળ્યા હતા. તે સમય દરમિયાન તેમના કસ્ટમર મંજુલાબેન પુરુષોત્તમ અગ્રવાલે જણાવેલ કે મારે પીપીએફમાં 95,000 રૂપિયા જમા કરાવવાના છે. જેથી તમે આ પૈસા લઈને જમા કરાવી દેજો, માટે પાર્થિવભાઈ પરીખે આ પૈસા જમા કરાવવા માટે તેમની પાસેથી લીધા હતા. તેમના જ પડોશમાં રહેતા લીલાબેન પ્રકાશભાઈ શાહ તેમને પણ તેમના પોતાના પોસ્ટના ખાતામાં 1000 રૂપિયા જમા કરાવવાના હોવાથી તેમને પણ રૂ. 1,000 પારથીભાઈ પરીખને જમા કરાવવા માટે આપ્યા હતા.
જેથી આ બંનેના કુલ રૂપિયા 96 હજાર લઈને કાપડની થેલીમાં મૂકી કલોલ ખૂની બંગલા પાસે આવેલી પોસ્ટ ઓફિસમાં ગઈકાલ સવારના 11:45 વાગ્યાની આસપાસ તે પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતા. તે સમયે તેમની બાજુમાં લોખંડના બાંકડા ઉપર તે તેમની થેલી મૂકીને આ બંને બહેનોના ખાતાની સ્લીપ ભરી થેલીમાં મૂકીને લાઈનમાં ઉભો રહેલા. તે સમય કોઈ જાણીતા બહેન છુટા પૈસા લેવા આવ્યા હતા. જેથી છૂટા પૈસા આપવા સારું તેમણે થેલી ખોલીને જોતા થેલી નીચેથી કપાઈ ગઈ હતી અને તેમાં પૈસા પણ ન હતા. જેથી પરીખ પાર્થિવભાઇને પૈસા ન હોવાનું જાણ થતા તેમને અંદાજ આવી ગયો કે કોઈ ગઠિયો થયેલી કાપીને પૈસા ઉડાવી લઈ ગયો. જેથી કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.