કોરોના ઇફેક્ટ:બોરિસણા ગણપતિ મંદિરે સંકટ ચતુર્થીએે સામૂહિક પૂજા નહીં થાય

કલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામનગર પાટીયા બોરિસણા ખાતે સિદ્ધિ વિનાયક ગણપતી મંદિર આવેલ છે. જ્યાં સંકટ ચતુર્થીના દિવસે સામૂહીક પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાતો હોય છે. 8 જુલાઈને બુધવારના રોજ સંકટ ચતુર્થી છે, પરંતુ અત્યારે વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે ધાર્મિક તેમજ ભોજન પ્રસાદનો કાર્યક્રમ સ્થગિત રખાયો હોવાનું મંદિરના મહારાજ નિલેષભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. તેમજ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને માસ્ક પહેરીને પ્રવેશ કરવા અનુરોધ કરાયો છે. 

અન્ય સમાચારો પણ છે...