કાર્યવાહી:કલોલમાં ગાયને ઉઠાડનારા યુવાનોને માર મરાયાની રાવ

કલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 યુવાનનું બાઈક પર અપહરણ કરાયું હતું: શહેરમાં વધતો પશુઓનો ત્રાસ

કલોલમાં રખડતા પશુઓના વધતા ત્રાસને લઇને નાગરીકો પરેશાન છે. માર્ગો પર બેસી રહેતા પશુઓ લોકો માટે જોખમી બન્યા છે અને તંત્ર તમાશો જોઇ રહ્યુ છે. ત્યારે રસ્તા પર નડતરરૂપ ગાયને 2 યુવાને ઉઠાડતા કેટલાક શખ્સોએ તેમનું અપહરણ કરીને માર મારતા આ મામલે 5 શખસ સામે ફરિયાદ નોંધાઈ છે.

કલોલ પુર્વમાં ઓએનજીસી-રેલ્વે રોડ પર આવેલી ગૌતમનગર સોસાયટીમાં રહેતા સામાજીક કાર્યકર્તા ધનજીભાઇ શંકરભાઇ પરમારે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમનો પૌત્ર દેવાંગ તેમના મિત્ર સાથે મહાજન બોરથી સ્મશાન તરફ જતા રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો.

ત્યારે વચ્ચે ગાય બેઠી હોવાથી અડચણરૂપ હોવાથી ઉભી કરતા જૈમીન રબારી નામનાં શખ્સે ગાળાગાળી કરી હતી અને અન્ય શખ્સો જીગર રબારી, સંજય રબારી, લાલજી રબારી તથા ગોવિંદ જાડેજા (તમામ રહે રેલ્વે પૂર્વ)એ દેવાંગ તથા તેમનાં મિત્રનું બાઇક પર અપહરણ કરીને જાતિ વિષયક ગાળો બોલીને લાકડી તેમજ ધોકાઓથી માર મારીને મારી નાંખવાની ધમકી આપી હતી.

દેવાંગે ઘરે પહોચીને પરીવારજનોને જાણ કરતા ધનજીભાઇએ ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક તંત્રની જવાબદારી છે કે નડતરરૂપ પશુઓ સામે કાર્યવાહી કરે અને તેના માલીકો સામે કાર્યવાહી કરે.

અન્ય સમાચારો પણ છે...