મહાસંમેલનની તૈયારી:કલોલ ટિટોડા ખાતે માલધારી સમાજની મીટીંગ યોજાઇ, ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવા માંગ ઉઠી

કલોલ18 દિવસ પહેલા

માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યુ કે, 20મી સપ્ટેમ્બરના રોજ લાખો માલધારીઓ શેરથા ટોલટેક્સ પાસે ભેગા થશે તારીખ 21 અને 22 ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યુ જેમાં ઢોર અંકુશ નિયત્રંણ કાયદો રદ કરવા અને ગાયો અને ગોવાળના વિવિધ પ્રશ્નો અંગે " માલધારી વેદના સભા " યોજાશે. આ સભામાં માલધારી સમાજના સંતો, ભુવાજીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ સંગઠનો તેમજ માલધારી સમાજના ભાઈઓ-બહેનો લાખોની સંખ્યામાં હાજર રહેવા જણાવ્યું હતુ.

ચોમાસા સત્ર પહેલા કાળા કાયદા બાબતે સરકાર નિર્ણય લે એ પહેલાની રણનીતી માટે આજ રોજ ટીંટોળા ખાતે મહાપંચાયત દ્વારા મિટીંગનું આયોજન કરવામા આવ્યું હતું. આ મિટીંગમાં મહંત લખીરામબાપુ ટીંટોળા, મુંકુંદરામ બાપુ વડવાળા ધામ, ગોવિંદગીરીબાપુ વાળીનાથ ધામ, મહંત બળદેવદાસજી બાપુ ચવેલી ધામ, મહંત લખીરામબાપુ દેત્રોજ ધામ, મહંત ગણેશદાસ બાપુ ઝાંક ધામ, વિજયદાસ બાપુ શેરથા ધામ, મહંત હરદેવદાસ બાપુ સાણંદ ધામ, મહંત ધનશ્યામગીરી બાપુ થરા ધામ, ભુવાજી શકરા બાપા ઉનાવા ધામ, ભુવાજી કરમશીભાઇ કંબોઇ,ભુવાજી વિક્રમભાઇ કમલીવાળા તેમજ બન્ને ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ અને રધુભાઇ દેસાઇની વિષેશ ઉપસ્થીતીમાં સમગ્ર માલધારી સમાજના એક મહાસંમેલનની તૈયારી કરવા બાબતે ચર્ચા કરવામા આવી હતી. જેમા આવનાર તા-20/09/22ના મંગળવારના રોજ સવારે 10 કલાકે શેરથા ટોલ પ્લાઝા પાસે રબારી સમાજ ધર્મગુરુગાદીની જગ્યા શેરથા ટોલટેક્ષ પાસે, કલોલ મહેસાણા હાઇવે, શેરથા ખાતે રાખવાનું સર્વસંમતીથી નક્કી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...