બ્રાન્ચ મેનેજરને આવેદન:કલોલમાં એલ.આઇ.સી. એજન્ટો અમુક માંગણીઓને લઈને આંદોલન પર ઉતર્યા

કલોલ21 દિવસ પહેલા

કલોલ એલ.આઇ.સી એજન્ટો આજે તારીખ 5 સપ્ટેમ્બરના દિવસે કલોલ આધાર મોલ પાસે આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલનનું મુખ્યત્વે કારણ LIC એજન્ટોની માંગણીઓને લઈને હતું. મુંબઈ ખાતે આયોજિત બેઠકમાં કમનસીબે મેનેજમેન્ટએ માંગણીઓના ચાર્ટરમાં સમાવિષ્ટ એજન્ટોની માંગણીઓ પર હકારાત્મક પ્રતિસાદ આપ્યો ન હતો જેથી કરીને સંયુક્ત કાર્ય સમિતિએ આંદોલન માટે નિર્ણય લીધો હતો. એજન્ટોની માંગણીઓને લઇને ઉચ્ચ અધિકારી એવા કલોલ એલઆઇસી બ્રાન્ચના મેનેજર આવેદન પણ આપ્યું હતું.

એલ.આઇ.સી એજન્ટની માંગણીઓ મુખ્યત્વે પોલીસી ધારકોના બોનસ વધારાની માંગણી. તેમજ પોલિસી લોન અને અન્ય નાણાકીય વ્યવહારો પરના વ્યાજ દરના ઘટાડો કરવા દરેક ગ્રાહકોને કાર્યક્ષમ સેવાઓ આપવી દરેક સર્વિસ માટે સબમીટ કરેલા દસ્તાવેજનું એકલોજમેન્ટ સ્લીપ આપવી. તેમજ પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયેલી પોલીસીઓને રિવાઇવલ કરવાની સુવિધા આપવી. પોલિસી ધારકોની દાવો ન કરેલી રકમ સામાજિક સુરક્ષા યોજનાઓમાં ટ્રાન્સફર કરવી. પોસ્ટ ઓફિસમાં થતી પોલિસી પ્રિન્ટ બંધ કરો અને જૂની પ્રક્રિયા પુનઃસ્થાપિત કરો તેવી માંગણી પણ ઉઠી હતી. તેમજ સિંગલ વિન્ડો સર્વિસ ચાલુ કરવા અને વીમા પોલિસી પર જીએસટી હટાવવાની પણ માંગણી ઉઠી હતી.

એલ.આઇ.સી એજન્ટોને ગ્રેજ્યુએટ્ટી 20 લાખ કરવા તેમજ તેમને મળતો મેડિકલ ઇન્સ્યોરન્સ દરેક એજન્ટોને આપો તેમ જ એજન્ટના પરિવારને પણ એમાં આવરી લેવામાં આવે તેવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...