વિજય મૂહુર્તમાં ઉમેદવારી નોંધાવી:કલોલ 38-વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર લક્ષ્મણજી પુંજાજી ઠાકોરે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું

કલોલ2 મહિનો પહેલા

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે, જેમાં 38-કલોલ વિધાનસભાની બેઠક માટે ભાજપે લક્ષ્મણજી ઉર્ફે બકાજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે આજરોજ પોતાના સમર્થકો સાથે કલોલ મામલતદાર કચેરી ખાતે પહોંચી વિજય મૂહુર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે અમદાવાદના સાંસદ અને કલોલ જિલ્લાના પ્રભારી ઋત્વિજ પટેલ અને લવ દિલીપ બારોટ તેમજ અન્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમેદવારી ફોર્મ ભરવા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. કલોલથી બીજેપી મધ્યસ્થ કાર્યાલયથી ડીજે સાથે ભવ્ય રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે પહોંચી ફોર્મ ભર્યું હતું. આમ વાજતે ગાજતે આજરોજ મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તાઓ તેમજ હોદેદારોની ઉપસ્થિતમાં ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...