આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત:સુરક્ષા ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહનો શુભારંભ

કલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કલોલ તાલુકાના મોટી ભોયણ ખાતે આવેલ જે.કે.લક્ષ્મી સિમેન્ટ કંપની દ્વારા 4 માર્ચના રોજ રાષ્ટ્રિય સુરક્ષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કલોલ કોલેજમાંથી અતિથિ ડો.એચ.કે.સોલંકીના હસ્તે સુરક્ષા ધ્વજવંદન કરીને કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કંપનીના જનરલ મેનેજર સંજીવ શ્રોફ અને સિનિયર મેનેજર નારણ બારડના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સંકલ્પ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે ડો.એચ.કે.સોલંકીએ પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત મુજબ દરેક વ્યક્તિએ પોતાની, પરિવારની અને સમાજની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. સંજીવ શ્રોફે પર્યાવરણની જાળવણી માટે દરેકને એક એક વૃક્ષ વાવી એને જાળવવા જણાવ્યું હતું. અને પોસ્ટર સ્પર્ધા માટેની કીટ આપી હતી. એક સપ્તાહ સુધી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, ઉપકરણ સેફ્ટી,વ્યક્તિગત સેફ્ટી વગેરેની જાગૃતિ માટે ક્વિઝ, પોસ્ટર સ્પર્ધા જેવા કાર્યક્રમો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...