ગૂમ વિદ્યાર્થી રાજસ્થાનથી મળ્યો:કલોલમાં ઘરે કીધા વગર આબુ જતા રહેલા કિશોરે પરિવાર-પોલીસને દોડાવ્યાં

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલથી અઠવાડિયા પહેલાં ગૂમ વિદ્યાર્થી રાજસ્થાનથી મળી આવ્યો

કલોલ પૂર્વમાં અઠવાડિયા પહેલાં ગૂમ થયેલો ધોરણ-10નો વિદ્યાર્થી રાજસ્થાનથી મળી આવ્યો છે. રાજસ્થાન પહોંચેલી કલોલ શહેર પોલીસે વિદ્યાર્થીને થોરિયા ગામથી સહીસલામત પરત લાવી પરિવારને સોંપ્યો છે. કિશોર ઘરે કીધા વગર જ આબુ ફરવા નીકળી ગયો હતો અને મિત્ર સાથે જ આબુ ફરીને મિત્રના ગામે જતો રહ્યો હતો.

કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા મુકેશભાઇ મિસ્ત્રીનો પુત્ર મિત (15 વર્ષ) લોટસ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. 25 ઓગસ્ટે બપોરના 3 વાગ્યે મિત ક્લાસીસમાં જવાનું કહી ઘરેથી નિકળ્યો હતો. નિત્યક્રમ મુજબ સાંજે 6 વાગ્યે ઘરે નહીં આવતા અને પરિવારે ફોન કરતાં સ્વીચ ઓફ આવતો હતો. જેને પગલે ક્લાસીસમાં તપાસ કરતા મિત આવ્યો જ ન હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે મિતના મિત્રનો સંપર્ક કરતા ગભરાયેલા મિત્રએ ‘મિત મારી સાથે નથી અને હું માઉન્ટ આબુ જાઉ છું’ તેમ કહીં મોબાઇલ બંધ કરી દીધો હતો.

જેને પગલે પરિવારના સભ્યો મિતના મિત્ર ઘનશ્યામના ઘરે નારદીપુર જઇને તપાસ કરતા તેના મમ્મીએ કહ્યું હતું કે ઘનશ્યામ તો માઉન્ટ આબુ જવાનું કહીને ઘરેથી ગયો છે. દરમિયાન તેઓએ માઉન્ટ આબુમાં જઇને તપાસ કરતા મિત અને ઘનશ્યામનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેને પગલે મિતના પિતા મુકેશભાઇ મિસ્ત્રીએ કલોલ શહેર પોલીસમાં પુત્ર ગુમ થઇ ગયો હોવાની અને કોઇએ તેનું અપહરણ કર્યુ હોવાની શંકા દર્શાવતી ફરિયાદ નોંધાવી હતી.

કલોલ શહેર પીઆઈ યુ.એસ પટેલે ટીમ કામે લગાવીને સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ શરૂ કરાવી હતી. જેમાં બંને મિત પોતાના મિત્ર ઘનશ્યામના ગામ થોરિયા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસ રાજસ્થાન પહોંચીને કિશોરને સહીસલામત પરત લાવી હતી.

અન્ય સમાચારો પણ છે...