કલોલના પલસાણા ગામે પ્રાથમિક શાળાને 121 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વર્ષગાંઠ હોવાથી ખૂબ ધામધૂમથી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. જેમાં કલોલના ધારાસભ્ય તથા કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ તથા કલોલ તાલુકા પંચાયતના ચેરમેન તથા સદસ્ય શર્મિષ્ઠાબેન રવિન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. માજી સરપંચ હંસાબેન અને ગામના આગેવાનોએ આ પ્રસંગના ભાગરૂપે શાળાની વર્ષગાંઠ હોવાના કારણે કેક કાપી હતી તથા શાળાના તમામ બાળકોને ભોજન પણ કરાવ્યું હતું.
ભૂલકાઓ સંગીતના તાલે મન મૂકીને નાચી ઉઠ્યા
પલસાણા પ્રાથમિક શાળાની બાળકીઓએ "સત્યમ શિવમ સુન્દરમ" ગીતથી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. માવતરો, યુવાનો અને ભૂલકાઓ સંગીતના તાલે મન મૂકીને નાચી ઉઠ્યા હતા. વિવિધ સ્પર્ધાનું આયોજન કરી વર્ષગાંઠના આ પ્રોગ્રામને શાળાના ભૂલકાઓએ ચાર ચાંદ લગાવી દીધા હતા. છેલ્લા બે અઢી વર્ષથી કોરોનાની મહામારી વચ્ચે જીવન ગુજારતી માનવીય જિંદગી ફીકી પડી ગયેલી જોવા મળે છે ત્યારે કલોલ તાલુકાના પલસાણા ગામે શાળાની 121મી વર્ષ ઘાટ ઉજવી માનવીય જિંદગીમાં નવરંગ ભરવાનો પ્રયાસ કર્યો હતો .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.