તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિર્યસ:કલોલના વૃદ્ધે 18 દિવસ લડત આપ્યા બાદ કોરોનાને માત આપી

કલોલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરેશભાઈ શાહ - Divya Bhaskar
હરેશભાઈ શાહ
  • શ્રી સ્વામિ. વિશ્વમંગલ ગુરુકુલ સંચાલિત કોવિડ હોસ્પિટલમાં

સામાન્ય મોટી વય અને સાથે બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ રોગો હોય તો કોમોરબીડ કન્ડીશનના પરિણામે ઓછી રોગ પ્રતિકારક શક્તિ હોવાના કારણે કોરોના સામેની લડાઈ જીતવી ઘણી મુશ્કેલ બનતી હોય છે. પરંતુ કલોલ સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત પીએસએમ હોસ્પિટલના કોવિડ સેન્ટર ખાતે કોરોનાથી ફેફસાને ગંભીર ઇન્ફેકશન સાથે દાખલ થયેલ કલોલના રહેવાસી હરેશભાઈ શાહે 61 વર્ષની વયે કોમોરબીડ ક્રીટીકલ પરિસ્થિતિમાં દાખલ થયા હતા. હોસ્પિટલના એમ.ડી. ફીઝીશીયન ડો.રીતેશ સોની એ જણાવ્યું કે, ફેફસામાં કોરોના વાઈરસના વધુ પડતા પ્રસાર પરિણામે તેઓને વેન્ટીલેટર પર મૂકી દરરોજ 15 લીટર ઓક્સીજન પર મુકવામાં આવ્યા હતા. અને 6 રેમેડેસીવીર ઇન્જેક્શન આપવા છતાં ઇન્ફેકશન કંટ્રોલ ન થતા ટોસીલીઝુમબ ઇન્જેક્શન અપાયું હતું.

દર્દી હરેશભાઈની હિસ્ટ્રી લેતા જણાયું હતું કે, 4-5 દિવસથી કોરોનાનું ઇન્ફેકશન લાગેલ હતું અને હોમ આઇસોલેશનમાં રહેતા હતા પરંતુ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા અને અશક્તિ જણાતા પીએસએમ હોસ્પિટલના કોવિડ સેન્ટર ખાતે દાખલ થયેલ હતા.ડોક્ટર સહિતના પેરામેડીકલ સ્ટાફની સમયસુચકતા તમેજ ઉત્તમ સારવારના પરિણામે કોરોના સામેની લડાઈ બાદ 18 દિવસે તબિયતમાં સુધારો થતા હોસ્પિટલમાંથી 23 નવેમ્બરે રજા આપી હતી. કલોલ તેમજ આસપાસના વિસ્તારના દર્દીઓને આઈ.સી.યુ. અને વેન્ટીલેટરની સુવિધા મેળવવા માટે કોઈ હાલાકીનો સામનો ના કરવો પડે એ માટે ગુરુકુલના સંચાલક પ.પુ.શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીના સંચાલન હેઠળ સ્વામી ભક્તવત્સલદાસજી અને સ્વામી ભક્તિનંદનદાસજી દ્વારા 5 વેન્ટીલેટર ધરાવતું આઈ.સી.યુ, ઓક્સિજનની સુવિધાવાળા 16 બેડ અને 60 બેડ સામાન્ય દર્દીઓ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...