તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને આયુર્વેદના સ્નાતક તબીબોને પોસ્ટ ગ્રેજ્યુએશન પછી એલોપથીમાં ઓપરેશન કરવાની મંજૂરી આપતો ઠરાવ કર્યો છે. જેને પગલે એલોપથીના ડોક્ટરોમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. અને આયુર્વેદના તબીબો ને ઓપરેશનની મંજૂરી સામે વિરોધ પ્રદર્શિત કરી એક દિવસની રીલે હંગર હડતાલ પાડી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના તબીબો એલોપથીમાં ઓપરેશન કરવાની મંજૂરી આપતો ઠરાવ કરાયો છે. જેનો ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વ્યાપક વિરોધ કરાઈ રહ્યો છે.
અને આ ઠરાવ રદ કરવાની માગણી સાથે દેશભરમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શિત કરી હડતાલ જેવા કાર્યક્રમો કરાઈ રહ્યા છે. આ મામલે તબીબોએ મેડિકલ હોલમાં આ ઠરાવના વિરોધમાં ધરણાં કર્યા હતા અને આયુર્વેદના તબીબોને ઓપરેશનની મંજૂરી આપતો ઠરાવ રદ કરવાની માગણી કરી હતી. કાર્યક્રમમાં કલોલ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. કેતન પી. ઠાકર સેક્રેટરી ડો. પ્રવિણ પી. પ્રજાપતિ તેમજ એસોસિયેશનના સભ્યો ડો. રજની પટેલ, ડો. રજત એન્જિનીયર તબીબો જોડાયા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.