તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગ્રીન પ્લેનેટ દ્વારા કલોલને વધુ ક્લિન અને સસ્ટેનેબલ બનાવવામાં આવશે

કલોલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ બચાવવા બદલ પુરૂષોને કિંગ ઓફ ગ્રીન , સ્ત્રીઓને ક્વિન ઓફ ગ્રીન એવોર્ડ અપાશે

પર્યાવરણ સુધારણા માટે સતત મહેનત કરતી કલોલની પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટે કલોલ નગરને વધુ સ્વચ્છ અને સસ્ટેનેબલ બનાવવાના હેતુથી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે.કલોલ સ્થિત પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ પર્યાવરણ સુધારણા માટે અથાગ મહેનત કરી રહી છે. ત્યારે અનેક સારા પ્રોગ્રામો કરી કલોલને હરીયાળુ, ચોખ્ખુ અને પર્યાવરણ સ્વાલંબન માટે જેણે કામ કર્યા છે. તેમનું સન્માન કરવા માટે ગ્રીન ક્લિન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.

જેમાં ગ્રીન પ્લેનેટ સંસ્થા ચાર એવોર્ડ ગ્રીન સોસાયટી એવોર્ડ, ગ્રીન ફેમીલી એવોર્ડ, ગ્રીન સ્કૂલ એવોર્ડ ની સાથે વ્યક્તિગત રીતે પર્યાવરણને બચાવવા માટે અથાગ મહેનત કરતા પુરૂષો માટે કિંગ ઓફ ગ્રીન એવોર્ડ અને સ્ત્રીઓ માટે ક્વિન ઓફ ગ્રીન એવોર્ડ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કલોલની આ સંસ્થા દ્વારા વર્ષમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવે છે અને તેમાં પર્યાવરણલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...