તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારોની પસંદગી:કલોલ તાલુકા પંચાયત- જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવારોની યાદી જાહેર

કલોલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ. પંચાયતની સીટ પર 4 ઠાકોર, 1 પટેલ તેમજ 1 દલિત ઉમેદવારની પસંદગી

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની 6 સીટો કલોલ તાલુકામાં આવે છે. તેમજ તાલુકા પંચાયતની 26 સીટોના ઉમેદવારોનું ભાજપ દ્વારા લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની સીટ ઉપર ચાર ઠાકોર એક પટેલ તેમજ એક દલિત ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી. જીલ્લા પંચાયતની સાંતેજ સીટ પર તાજેતરમાં કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કરનાર રામાજી વાઘાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી હતી. તેમજ પલીયડ સીટ પર પૂર્વ જી.પં સદસ્ય તેમજ મોખાસણના સરપંચ અનિલકુમાર બાબુલાલ પટેલ સહિતના ઉમેદવારો જાહેર કરાયા હતા.

જ્યારે તા.પંની સીટીના ઉમેદવારોમાં પણ જ્ઞાતી સમિકરણ જાળવવામાં આવ્યુ હતું. જેમાં ઠાકોર સમાજના 12 ઉમેદવારો, પટેલ સમાજના 7 ઉમેદવારો, પ્રજાપતિ સમાજના 2 ઉમેદવારો, દલિત સમાજના 2, દરબાર સમાજમાં 2 ઉમેદવારો, અનુ.જાતી સમાજના 1 ઉમેદવારની ટીકીટ ફાળવવાઈ હતી. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ તેમજ મહામંત્રી જયેશજી ઠાકોરએ જણાવ્યુ હતુ કે આ વખતે મોટા ભાગના નવા ચહેરા ઉતારાયા છે. જે આ વખત મેદાન મારશે તેવી દ્રઢ આશા વ્યક્ત કરી હતી.

કલોલ નગરપાલિકામાં આપ પાર્ટીના 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ તેજ થઇ ગયા છે. આજ રોજ અમાસ હોવાના કારણે ટીકિટો જાહેર થયા બાદ પણ મોટાભાગના ઉમેદવારો આજે ફોર્મ ભરશે. જ્યારે કલોલ નગરપાલીકાના કાઉન્સીલરના ઇલેકશનમાં આમ આદમી પાર્ટીના 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં વોર્ડ નં.9, નિલેષકુમાર સુભાષચંદ્ર અગ્રવાલ, વોર્ડ નં.10, બાબુભાઇ સોમાભાઇ જાદવ, વોર્ડ નં.11, અનિલભાઇ સોમાભાઇ મકવાણા, વોર્ડ નં. 6, જીતેન્દ્રકુમાર કાન્તિલાલ મકવાણા, વોર્ડ નં. 6, જશીબેન કાન્તિલાલ વાઘેલા, વોર્ડ નં. 1, મયુરભાઇ ગોવિંદભાઇ વાઘેલા, વોર્ડ નં. 2, ઘાંચી બિલ્કીશબાનુ સુલેમાનભાઇએ ઉમેદવારી નોંધાવી હતી. સુત્રો દ્વારા જાણવા મળેલ પ્રમાણે આપ પાર્ટ દરેક વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉતારશે. તેમજ આજે તા. પંચાયતમાં 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં હાજીપુર કનૈયાલાલ સોમનાથ જાની, આરસોડીયા સોલંકી દિનાબેન મહેશભાઇ, આરસોડીયા ગોહિલ જશોદાબેન ધનજીભાઇ, ધમાસણા ઠાકોર બાબુજી ચતુરજી, નાંદોલી પટેલ મનિષાબેન કલ્પેશભાઇ, સઇજ 1 પટેલ લીલાબેન સુરેશભાઇએ પોતાના સમર્થકો સાથે આવી ફોર્મ ભર્યા હતા.

તા.પં.માં 26માંથી 24 ઉમેદવારો નવા
કલોલ તાલુકા પંચાયતની 26 બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદારો જાહેર કર્યા છે, જેમાંથી 24 ઉમેદવારો નવા છે. જ્યારે હાજીપુર અને નારદીપુર બેઠકમાં પર જાહેર કરેલા બંને ઉમેદવારો નરેન્દ્રજી ઠાકોર અને પુષ્પાબેન પટેલને ગઈ વખતે પણ ટિકિટ અપાઈ હતી. જોકે તેઓ જીતી શક્યા ન હત. બીજી તરફ પલસાણા બેઠક પર નવા જાહેર થયેલા ઉમેદવાર જાસપુરના મીનાબેન પટેલના પતિ 2010માં અહીંથી ચૂંટણી લડ્યા હતા જીત્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો