કાયદાની ઊંડી સમજણ અપાઈ:કલોલ તાલુકા કાનૂની સેવા સમિતિ તમામ ન્યાયાધીશો દ્વારા વોલન્ટેર્સ ને કાયદાની સમજણ આપી.

કલોલ14 દિવસ પહેલા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર દ્વારા કલોલ તાલુકા કાનૂની સેવા સમિતિ ના ઉપક્રમે કમિટીના અધ્યક્ષ ન્યાયાધીશ પી. એચ.સીહ તેમજ કલોલ કોર્ટના તમામ ન્યાયાધીશ તથા કલોલ બાર એસોસિએશનના પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા અન્ય બારના સિનિયર વકીલો સાથે મળીને 28 29 અને 30 એમ ત્રણ દિવસ પારા લીગલ વોલેન્ટિયર નાઓને ટ્રેનિંગ આપી. જેમાં તેઓને કાયદાની ઊંડી સમજણ પૂરી પાડવામાં આવી.

જેથી કરીને કલોલ તાલુકાના તમામ ગામડાના છેવાડા નો નાના માં નાનો માણસને પણ કાયદાની સમજણ આપવા વોલન્ટીયર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. વોલન્ટેર્સ માટે તાલુકા ની સેવા સમિતિના અધ્યક્ષ છે. ખાસ આભાર માન્યો હતો. અને વધુમાં જણાવ્યું હતું. કે કાનૂની સેવા સમિતિની સેવા કલોલ તાલુકા ના ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ આપ દ્વારા થવાનું છે. માટે કાનૂની સેવા થી કોઈ વંચિત ન રહે તે માટે કાયદાનું પૂરેપૂરું જ્ઞાન પણ જરૂરી છે. જેથી વધુમાં વધુ લોકો સુધી આ સેવા પહોંચે અને આ સેવાનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે.

વધુમાં તાલુકા સેવા સમિતિના અધ્યક્ષ છે. આપણી ફરજો શું છે. તે ફરજ નિભાવવા માટે કેવી રીતે કાર્ય કરવાનું તે બાબતે એક નાની કવિતા પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું. સંવિધાન એટલે ન હિંદુ,ના મુસ્લિમ, ન સીખ, ના ઈસાઈ આવા કોઈ ભેદભાવ વગર બધા ભારત વાસી એક સમાન એવું અમારું સંવિધાન.

અન્ય સમાચારો પણ છે...