દારૂના વેપલા પર દરોડા:કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો; કુલ રૂ. 39 હજારથી વધુનો મુદ્દામાલ ઝબ્બે

કલોલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ ટાવર ચોક પાસે ઘાંચીવાડ મસ્જિદની બાજુમાં આવેલી પથ્થરની ચાલીમાં રહેતા મહેમુદ ગુલામઅરસુલ ઘાંચીને કલોલ પોલીસે 136 નંગ વિદેશી બોટલ સાથે ઝડપી પાડ્યો હતો.

કલોલ શહેરમાં વિદેશી દારૂ છાસવારે પકડાતો રહ્યો છે. વિદેશી દારૂના બુટલેગરો બેફામ બન્યા છે. તાજેતરમાં જ કલોલના કુખ્યાત બુટલેગર રાજુ પેન્ટર તેમજ મઝર મલેક ઉપર ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ કલોલ શહેર પોલીસે ઉપરા ઉપરી વિદેશી દારૂના ગુના દાખલ કર્યા હતા. જેમાં રાજુ પેન્ટર તેમજ મઝર મલેક હાલ પણ આઝાદ ફરી રહ્યા છે. પોલીસનો હાથ હજુ સુધી એમના કોલર સુધી પહોંચ્યો નથી. તાજેતરમાં જ કલોલમાં આટલા વિદેશી દારૂના ગુનાઓ દાખલ થયા છે તો પણ કલોલ બુટલેગરો બેફામ બન્યા છે. ત્યાંજ કલોલ શહેર પોલીસે ખાનગી રાહે બાતમીના આધારે કાચી વાર મસ્જિદ પાસે આવેલી પથ્થરની ચાલીમાં રહેતા બુટલેગર મહેબુબ ઘાંચીની ઘરે દરોડો પાડ્યો હતો.

જેમાં બુટલેગર મહેબૂબના ઘરેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 136 બોટલો મળી આવી હતી. જેની કિંમત 36 હજાર 695 રૂપિયાનો વિદેશી દારૂ કલોલ પોલીસે ઝડપ્યો હતો. જો કે પોલીસે એક મોબાઈલ સહિત કુલ રૂ. 39 હજાર 195ના મુદ્દામાલ સાથે બુટલેગર મહેબૂબને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...