ચોરીની ઘટના CCTVમાં કેદ:કલોલ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું સોસાયટીમાં મૂકેલ પાણીના ટેન્કરની ચોરી, પોલીસ ફરિયાદ દાખલ

કલોલ22 દિવસ પહેલા
  • અગાવ પણ એક ટેન્કરીની ચોરી થઈ હતી

કલોલ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સુરેશભાઈ જગદીશભાઈ પ્રજાપતિએ કલોલ નગરપાલિકા ખાતે સી.સી. રોડનો કોન્ટ્રાક્ટ રાખેલ છે. અને હાલ તેમનું કામ સ્વસ્તિક સોસાયટી ખાતે ચાલુ છે. સાઈડ ઉપર પાણીની લગત કામકાજ માટે સુરેશભાઈએ ખોડીયાર વોટર સપ્લાયના માલિક ભોગીલાલ પાસેથી માસિક 4000 રૂપિયા ભાડા પેટે ટેન્કર ભાડે રાખેલું હતું. જે ટેન્કરનો કોઈ રજીસ્ટ્રેશન નંબર ન હતો.

સોસાયટી ખાતે જતા સાઈટ ઉપર ટેન્કર જોવા ન મળ્યું
સુરેશભાઈ પ્રજાપતિ તેમનું કામ પૂર્ણ થયા પછી તારીખ 13/7/2022 રાતે લગભગ આઠેક વાગે સ્વસ્તિક સોસાયટીમાં મૂકેલું હતું. અને તારીખ 16/7/2022ના રોજ સવારના કામના અર્થે સ્વસ્તિક સોસાયટી ખાતે જતા સાઈટ ઉપર ટેન્કર જોવા મળ્યું નહીં. જે બાબતે સાઇડ ઉપર કામ કરતા માણસોને પૂછતા માણસોએ જણાવેલ કે અમે ટેન્કર ક્યાંય લઈ ગયા નથી. જેથી સુરેશભાઈએ પાણીના ટેન્કર બાબતે શોધખોળ કરી નજીકમાં આવેલા મકાનોમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સુરેશભાઈનું ટેન્કર 15/7/2022ના રાતે 7:30 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો શખ્સ ટ્રેક્ટર સાથે ટેન્કર ફીટ કરીને લઈ જતો જોવા મળ્યો હતો.

માણશોને તમામ સાઈડો ઉપર ચકાસણી કરવા મોકલ્યા
સુરેશભાઈ પ્રજાપતિને એ શખ્સને સીસીટીવીમાં જોતા એવું લાગ્યું કે નગરપાલિકાનો કોઈ વ્યક્તિ કામ અર્થે ટેન્કર લઈ ગયો હશે અને પાછું મૂકી જશે પણ તેવું કશું બન્યું નહીં. જેથી સુરેશભાઈએ તેમના સાઇટ ઉપર કામ કરતા માણસોને નગરપાલિકાની જેટલી પણ સાઈડો ચાલતી હતી. તે સાઈડો ઉપર ચકાસણી કરવા મોકલેલા તેમ છતાં ટેન્કર બાબતે કોઈ માહિતી મળી નહીં.

કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
​​​​​​​
અગાઉ પણ સુરેશભાઈ જોડે તારીખ 7/6/2022ના રોજ આવો જ બનાવ બનેલો હતો. પણ સુરેશભાઈ ટેન્કરનો વીમો ન હોય જેથી આ બાબતે કોઈ ફરિયાદ કરેલ નથી. તેમજ સુરેશભાઈએ વિચાર્યું કે કોર્ટના ધક્કા ખાવા પડે એટલે સુરેશભાઈએ કોઈ એફ.આઇ.આર પણ ન કરાવી. સુરેશભાઈને એવું લાગ્યું કે કોઈ મને ખોટી રીતે હેરાન કરવાના ઇરાદે મારી સાથે આવું કરે છે. આવી જ રીતે પાણીના બે ટેન્કકરો ચોરી થઈ જતા એક ટેન્કરની કિંમત 1,00,000 ગણીએ તો બે ટેન્કરના 2,00,00 બે લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ હોવાથી સુરેશભાઈએ સી.સી.ટીવી ફૂટેજ સાથે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...