બંધના એલાનને સફળ બનાવવા અનોખો પ્રયાસ:કલોલના ધારાસભ્યે ગુલાબનું ફૂલ આપી વેપારીઓનું સહકાર માંગ્યો, મોંઘવારીના મુદ્દે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન

કલોલ16 દિવસ પહેલા

સમગ્ર દેશમાં જ્યારે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કલોલ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલોલની જનતાને તેમ જ વેપારીઓને બંધનું એલાન માટે ગુલાબનું ફૂલ આપીને અપીલ કરવામાં આવી હતી. જેમાં કલોલના વેપારીઓનો પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. વધુમાં ધારાસભ્ય જણાવ્યું કે, મોંઘવારીએ જે અત્યારે માજા મૂકી છે. તેમાં તેલનો ડબ્બો લાવવો તે એક સ્વપ્ન બની ગયું હોય એવું જણાઈ રહ્યું છે. સમગ્ર રાજ્યના યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. જે મામલો બહુ ગંભીરતાથી લેવો જોઈએ. યુવાધન ડ્રગ્સના દલદલમાં ફસાઈ ન જાય તે માટે આપણે જાતે કાળજી લેવી પડશે.

પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલામાં જે ભાવ વધારો થયો છે તે મધ્યમ વર્ગની જનતાને પોસાય તેમ નથી. આ ભાવ વધારાથી ગુજરાતની જનતા પીસાઈ રહી છે. ત્યારે વીજળીનું બિલ 25 વર્ષ પહેલા જે આવતું હતું તે અને અત્યારે જે આવે છે. તેમાં આમ આદમીની કમર તૂટી ગઈ છે. વીજળી પણ એટલી મોંઘી બની ગઈ છે. તે માટે પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે બંધનું એલાન રાખ્યું છે. તેમાં આપ સૌ વેપારીઓ સાથ સહકાર આપી બંધના એલાનને સફળ બનાવો. જેથી વેપારીઓએ પણ ધારાસભ્યની વાતને માન આપીને દુકાનો બંધ કરી બંધના એલાનને સમર્થન આપ્યું હતું. વેપારીઓનું પણ વલણ મોંઘવારી વિરુદ્ધ હતું. વેપારીઓને કહેવા પ્રમાણે દુકાનમાં કોઈ જાતનો વેપાર જ નથી. આ મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે.

વેપારીઓના સમર્થનના લીધે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલોલની જનતા તેમજ વેપારીઓનો આભાર માન્યો હતો. કલોલના વેપારીઓએ સાથ સહકાર આપી બંધના એલાનને સફળ બનાવ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...