કોંગ્રેસનું ભારત બંધ એલાન:કલોલના ધારાસભ્યએ તારીખ 10ના રોજ બંધનું એલાન પાળવા લોકોને અપીલ કરી; વિવિધ મુદ્દાને લઈને ભાજપ પર કસ્યો તંજ

કલોલ22 દિવસ પહેલા

સમગ્ર દેશમાં જ્યારે મોંઘવારીએ માઝા મૂકી તેમજ ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર જાહેર થતાં તેના અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ દ્વારા તારીખ 10ના રોજ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કલોલ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલોલની જનતાને તેમ જ વેપારીઓને બંધના એલાન માટેની અપીલ કરવામાં આવી હતી. વધુમાં ધારાસભ્ય જણાવ્યું કે, મોંઘવારીએ જે અત્યારે માજા મૂકી છે. તેમાં તેલનો ડબ્બો લાવવો તે એક સ્વપ્ન બની ગયું હોય એવું જણાઈ રહ્યું છે. સમગ્ર રાજ્યના યુવા ધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. જે મામલો બહુ ગંભીરતાથી લેવો જોઈએ. યુવા ધન ડ્રગ્સના દલદલમાં ફસાઈ ન જાય તે માટે આપણે જાતે કાળજી લેવી પડશે.

પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલામાં જે ભાવ વધારો થયો છે. તે મધ્યમ વર્ગની જનતાને પોસાય તેમ નથી. અને આ ભાવ વધારાથી ગુજરાતની જનતા પીસાય છે. ત્યારે વીજળીનું બિલ 25 વર્ષ પહેલા જે આવતું હતું તે અને અત્યારે જે આવે છે. તેમાં આમ આદમીની કમર તૂટી ગઈ છે. વીજળી પણ એટલી મોંઘી બની ગઈ છે. મોંઘવારીએ માઝા મૂકી છે. તે માટે પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે બંધનું એલાન આવતીકાલ 10 તારીખે યોજવામાં આવ્યું છે. તેમાં કલોલ તેમજ કલોલ આજુબાજુમાં વસતા તમામ નાગરિકોને ધારાસભ્યએ બંધના એલાનમાં સાથ સહકાર માટે વિનંતી તેમજ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...