કલોલ નેશનલ હાઇવે વર્કશોપ પાસે મજુર હાઉસિંગ અદાલતની બિલકુલ સામે ભયજનક રીતે થાંભલો આડો પડી ગયેલો છે. જે પરિસ્થિતિ જોતાં મોટો અકસ્માત સર્જાઇ શકે તો કોઈ નવાઈની વાત નથી. માણસ,ગાડી,બાઇક તથા જાનવર ગમે તે આ થાંભલાનો ભોગ ચોક્કસ બનશે. એવા દ્રશ્ય નજરે પડ્યા છે. જેની અરજીઓ કલેક્ટર, રોડન બિલ્ડીંગ વિભાગ,GRICL વિભાગ બીજા ઘણા બધા વિભાગોમાં કરવામાં આવેલી છે.
તાત્કાલિક કાર્યવાહી કરી નિરાકરણ લાવવા માંગ
જી.આઈ.આર.સી.એલની લાપરવાઈ અને બેદરકારીની એટલી હદ પાર કરી છે કે ફોટા સાથે અરજીઓ કરી હોવા છતાં ખોટા જવાબો આપી સ્થળ ઉપર કોઈપણ જાતની કામગીરી નથી કરી તેમજ મોટા અધિકારીઓને ગેરમાર્ગે દોરી દેવામાં આવે છે. કંપનીની આવી બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. અગાઉ બે મહિના પહેલા જ થાંભલા સાથે ભટકાવાથી એક્સિડન્ટ પણ થયેલો છે. જેથી કંટાળી ગયેલા નાગરિકે યોગ્ય પગલાં લેવા તથા તાત્કાલિક નિરાકરણ લાવી લોકોના જીવ જોખમમાં ના મુકાય તેવી કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.