તંત્ર સફાળું જાગ્યું:કલોલ હાઇવે ઓથોરિટીએ રખડતા ઢોરને હટાવવાનું કામ શરુ કર્યું; 16 જેટલી ગાયને પાંજરે પૂરવામાં આવી

કલોલએક મહિનો પહેલા

કલોલમાં ઠેર ઠેર જગ્યાએ ગાયોના ત્રાસને લીધે વ્યાપક ફરિયાદો ઉઠી જેને લઈને કલોલ નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ હતી. કલોલ નગરપાલિકાએ તાજેતરમાં જ 15 થી 16 ગાયોને પાંજરે પુરી ગાયો પકડવાનું અભિયાન ચલાવ્યું હતું. પણ બીજી બાજુના દ્રશ્યો કલોલ હાઇવે નેશનલ નંબર 8 ગાયો કરીને બેસી ગઈ હતી. જાણે કલોલ હાઇવે નંબર 8 એક તબેલામાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેથી હાઇવે ના મુસાફરોને ભારે હાલાકી પડતી હતી. હાઇવે રોડ ઉપર નીકળવું હોય ભયના માહોલ થી નીકળવું પડતું હતું.

સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા
કલોલ ગાયત્રી મંદિર પાસે ગાયોના ત્રાસના લીધે સ્થાનિકોને ભારે હાલાકી પડતી હતી. જેથી ઢોરના મુદ્દે તંત્ર પગલા લે તેવી લોકમાંગ ઉઠી હતી. જેને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયું. આજ સવારથી જ નેશનલ હાઇવે નંબર 8 ગાયત્રી મંદિર હાઇવે ઉપર ગુજરાત હાઇવે ઓથોરિટી દ્વારા બે માણસો ગાયો કાઢવા માટે મૂકી દેવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...