તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાનની સરવાણી:કલોલ ગુરુકુળને રૂ. 50 લાખની સહાય

કલોલ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમેરિકામાં વસતા 2 યુવાનનો વતન પ્રેમ, ઓક્સિજન પ્લાન્ટ માટે સહાય કરી
 • મૂળ મોખાસણના વતની અને હાલ અમેરિકામાં વસતા યુવાનોએ શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંસ્થાએ ટહેલ નાંખતાં જ દાનની સરવાણી

ગુજરાતમાં કોરોનાની મહામારી અત્યંત તેજ ગતિએ વકરી ગઇ છે. તેમાં કલોલ શહેર અને તાલુકાની પ્રજા પણ મહામારી સંપડાઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. એક બાજુએ કેસ વધતાં હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ રહ્યાં છે. તેમજ ઓક્સિજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. તેવા સમયે મૂળ મોખાસણના વતની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલો પરિવાર વતનની વહારે આવ્યો છે.

શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજીએ દાન માટે નાખેલી ટહેલને પોતાની ફરજ સમજી અમેરિકા નિવાસી વિજયભાઈ અને સુરેશભાઈએ ઓક્સિજન પ્લાન્ટ માટે રૂ. 50 લાખ જેવી માતબર રકમનું દાન જાહેર કર્યુ છે. જેથી આ વિકટ પરિસ્થિતિમાં દર્દીઓને તાકીદે ઓક્સિજનની સુવિધા મળી રહે તેવા હેતુથી કલોલ ખાતે પી.એસ.એમ હોસ્પિટલમાં નવિન ઓક્સિજન પ્લાન્ટ નાંખવા કલોલ ખાતેની શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંસ્થા દ્વારા અભિયાન હાથ ધરી ધાર્મિક સંસ્થાનો માટે સામાજિક સેવાનું ઉત્તમ સરાહનિય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બિલની રકમ સંપૂર્ણ ભરપાઇ નરી શકે તેમ ન હોય તેવા દર્દીને આર્થિક મદદ માટે તથા ભવિષ્યમાં આધૂનિક મેડિકલ સાધનોની ખરીદી અર્થે આવી પડનારી જરૂરિયાત માટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી તથા અન્ય સંતોના નેજા હેઠળ ઓક્સિજન પ્લાન્ટ જ તાકિદે કાર્યાન્વિત થાય તે માટે ઉદાર હાથે દાન આપવા માટેના સ્વામીજીએ આહવાન કર્યું હતું. તેને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજીએ દાન માટે નાખેલી ટહેલને પોતાની ફરજ સમજીને મોખસણના વતની હાલ અમેરિકા નિવાસી સત્સંગી કાંતિલાલ કરસનદાસ પટેલના હસ્તે વિજયભાઈ અને સુરેશભાઈએ ઓક્સિજન પ્લાન્ટના મહાયજ્ઞને સાકાર કરવા રૂ. 50 લાખ જેવી માતબર રકમનું દાન જાહેર કર્યુ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો