રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં પણ વરસાદ વરસ્યો છે. છેલ્લા બે દિવસથી કલોલમાં વરસાદી માહોલ જામ્યો છે. પણ હજુ સુધી કલોલમાં નોંધનીય વરસાદ પડ્યો નથી. ત્યાં તો કલોલના રેલવે પૂર્વમાં લવલી ચોક પાસે મેઇન રોડ ઉપર ભુવો પડ્યો. ધીરે ધીરે ભુવાએ નાનામાંથી મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી તંત્ર દોડતું થઈ ગયું. ભુવો પડતા અંદાજે બે કે ત્રણ કલાકમાં જ કલોલ નગરપાલિકાનું તંત્ર ભૂવો પુરવા માટે કામગીરી હાથ ઉપર યુદ્ધના ધોરણે ટીમ ઉતારી દેવામાં આવી છે.
વેપારી આવીને સ્થાનિક કાઉન્સિલરને જણ કરી
કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં લવલી ચોક પાસે ભુવો પડ્યો તે પાછળનું કારણ રહેણાક વિસ્તારમાં વસતા નગરજનોએ એવું જણાવ્યું હતું કે, એક ગટરની લાઈન ખુલ્લી હતી. તેના કારણે ત્યાંથી પાણી જતું હતું તો બની શકે એ પાણીના કારણે ભુવો પડ્યો હોય. ભુવો જે જગ્યાએ પડ્યો ત્યાં જ સ્થાનિક વેપારીની દુકાને સવારમાં વેપારી આવીને સ્થાનિક કાઉન્સિલરને જણાવતા તાત્કાલિક ધોરણે ભુવો પુરવા માટે નગરપાલિકાને જણાવતા યુદ્ધના ધોરણે કામ શરૂ થઈ ગયું હતું.
હાલ કલોલ નગરપાલિકાની ટીમ દ્વારા ભુવો પુરવા માટેની તજવીજ ચાલુ છે, તેવામાં તંત્ર કામગીરીને કલોલની જનતાએ સરાહનીય બતાવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.