તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજીનામું:કલોલ શહેર કોંગ્રેસમાં ભંગાણ આરસોડિયાના અગ્રણીનું રાજીનામું

કલોલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કોંગ્રેસના પ્રાથમિક સભ્ય અને તમામ હોદ્દા પરથી રાજીનામું

કલોલમાં ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. આરસોડિયામા રહેતા કોંગ્રેસના આગેવાને રાજીનામું ધરી દેતા હડકંપ સર્જાયો છે. કોંગ્રેસના આગેવાને પોતાના તમામ હોદ્દા ઉપરથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.

આ બાબતે મળતી વિગતો પ્રમાણે કલોલમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારો ટિકિટ મેળવવા દોડધામ કરી રહ્યા છે. પક્ષ દ્વારા પણ ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે. અને ટૂંક સમયમાં જ યાદી બહાર પડવાની સંભાવનાઓ છે. ત્યારે કલોલ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.

જેમાં આરસોડિયામાં રહેતા ચાવડા અમિતભાઈ એ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અમિતભાઈ પક્ષમાં જુદાજુદા હોદ્દા ઉપર કાર્યકર્તા હતા તેમના રાજીનામાનું સાચું કારણ જાણી શકાયું નથી પણ પક્ષથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે પોતાના રાજીનામાના પત્રમાં જણાવ્યું છે.આ રીતે કલોલ શહેર કોંગ્રેસના આગેવાને રાજીનામું ધરી દેતા હવે આગામી દિવસોમાં યોજાનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેની ખાસ અસર પડશે તેવી હાલ શકયતા જણાઈ રહી છે.જોકે હાલમાં આ બાબતે તાલુકામાં અટકળોનો દોર ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો