ગુજરાતની એક આગવી ઓળખ એટલે કે ગરબા જેમાં જગદંબેની આરાધના કરવામાં આવે છે. કહેવાય છે કે માં જગદંબેના નવ દિવસના નવ અલગ અલગ રૂપ પૂજવામાં આવે છે. એમાં સારદીય નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે. જેનો અર્થ થાય છે. " કાત્યાયની, જે ચંદ્રહાસ જેવી તેજસ્વી છે, જેસી પર સવાર થઈને રાક્ષસોનો નાશ કરે છે, તે આપણા બધા માટે શુભ રહે છે. માં અંબેના છઠ્ઠા નોરતાનું મહત્વ આપણા ગ્રંથોમાં આ રીતે દર્શાવવામાં આવ્યું છે.
આખી રાત ગરબાની રમઝટ બોલી
કલોલમાં જગદંબાના નોરતા માતરી માતા ચોકમાં બારોટ સમાજ દ્વારા યોજવામાં આવે છે. જેમાં બારોટ સમાજની કુળદેવી માતરી માઁનું મંદિર પણ એ ચોકમાં આવેલ છે. છઠ્ઠા નોરતે માઁ જગદંબાના ગરબા ગાવા માટે જીગ્નેશ કવિરાજ તેમજ દેવાયત ખાવડ એમ બે મોટા સેલિબ્રિટી દ્વારા માતરી માતા ચોકમાં છઠ્ઠું નોરતું ઉજવવામાં આવ્યું હતું. માતરી માતા ચોકમાં આયોજકો દ્વારા વર્ષોથી અહીં ગરબા યોજવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કલોલમાં મોટાભાગના ગરબા રાતે બાર વાગ્યા પછી પૂર્ણ થઈ જાય છે. ત્યારે કલોલના માતરી માતા ચોકમાં રાત્રિના 12 વાગ્યા પછી ગરબા શરૂ થાય છે. જે ગરબા આખી રાત ચાલુ હોય છે. જેમાં તેના સ્થાનિકો તેમજ યુવા ધન મન મૂકીને જૂમી ઊઠે છે.
જીગ્નેશ કવિરાજ ગરબે રમવા ચોકમાં ઉતર્યા
ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ કવિરાજ (બારોટ) પણ બારોટ સમાજના હોવાથી માતરી માઁ જે બારોટ સમાજની કુળદેવી હોવાથી આ ચોકમાં જીગ્નેશ કવિરાજ પોતે પણ ગરબાના તાલે જૂમી ઊઠે છે. જીગ્નેશ કવિરાજ પણ અહીં બારોટ સમાજના કુળદેવી હોવાથી ગરબાના પાંચ આટા અવશ્ય મારે છે. તો જીગ્નેશ કવિરાજને ગરબા ગાવા માટે જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા.
દેવાયત ખાવડે પણ ડાયરાની રમઝટ બોલાવી
જ્યારે બીજી બાજુ દેવાયત ખાવડ પણ આ ચોકમાં ગરબા તેમજ ડાયરાની રમઝટ બોલાવી હતી. જીગ્નેશ કવિરાજની સાથે મહેમાનમાં દેવાયત ખાવડ પણ આ ચોકમાં આવ્યા હતા. સ્ટેજ ઉપર આવવાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ચારે બાજુથી સ્ટેજને ઘેરી લેવામાં આવ્યો હતો.
સ્થાનિકો દ્વારા લાણીનું વિતરણ કરવામાં આવ્યું
બારોટ સમાજના અગ્રણીઓ તેમજ ત્યાંના સ્થાનિકોએ ગરબે જમવા આવેલા ખેલૈયાઓ માટે લાહાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ગરબાના તાલે ખેલૈયા જુમી ઉઠ્યા
બારોટ વાસના માતરી માતા ચોકમાં છઠ્ઠા નોરતે જીગ્નેશ કવિરાજ જેમ જ હાથમાં માઈક લઈને ગાવાનું શરૂ કરવાની સાથે જ ખેલૈયાઓ જુમી ઉઠ્યા હતા. વધુમાં ખેલૈયાઓને ફરમાઈશોને માન આપીને જીગ્નેશ કવિરાજ ફરમાઈશ મુજબના ગીતો ગાઈને ખેલૈયાનું દિલ જીતી લીધું હતું. જીગ્નેશ કવિરાજ જે જ્યારે "ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ" ગીત શરૂ કર્યું તો જીગ્નેશ કવિરાજ દ્વારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા પછીના શબ્દો ખોલ ખોલ ખોલ..... ખેલૈયાઓએ જીલી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.