તપાસ:કલોલની રાજેશ હોસ્પિટલ સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મેડિકલ વેસ્ટ ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવાતા વિવાદ

કલોલમાં આવેલી રાજેશ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલનો બાયોમેડિકલ કચરો નગરપાલિકાની ડમ્પિંગ સાઇડ ઉપર નાખવામાં આવ્યો હતો. જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હોસ્પિટલ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ ડમ્પિંગ સાઈડ નું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં તપાસ હાથધરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કલોલ ની રાજેશ હોસ્પિટલ દ્વારા તેના ત્યાંથી હોસ્પિટલનો કચરો નગરપાલિકાના ટ્રેક્ટરમાં ભરીને પ્રતાપપુરા ગામ પાસે આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇડ ઉપર નાખવામાં આવ્યો હતો. જે બાબતે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ બાબતે હોસ્પિટલના વહીવટ કરતાઓ દ્વારા માફી માંગી લેવામાં આવતા તે વખતે મામલો થાળે પડી ગયો હતો. તેમ છતાં ફરીવાર આ જ હોસ્પિટલ દ્વારા તેનો બાયોમેડિકલ કચરો આ નગરપાલિકાની ડમ્પિંગ સાઇડ ઉપર ઠલવવા માટે ટ્રેક્ટર પહોંચી ગયું હતું.

જેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા અને આ કચરો ભરેલું ટ્રેક્ટર ખાલી થવા દીધું ન હતું અને તેને પરત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ભારે વિરોધ અને હોબાળો કરતાં નગરપાલિકા દ્વારા પણ તેની નોંધ લેવામાં આવી હતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ આ પ્રકરણે ગંભીર નોંધ લેવામાં આવી છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા નગરપાલિકાની ડમ્પિંગ સાઇડ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાને આવા પ્રકારના કચરો ટમ્પીંગ સાઈડમાં કોઈ નાખી ના જાય તે માટે તાકીદ કરવામાં આવી હતી.

જરૂરી સૂચનો નગરપાલિકાને કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ ટીમ દ્વારા હોસ્પિટલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યા બાદ તેઓએ તેનો રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને મોકલી આપ્યો હતો. સાઈડ ઉપર જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડે તેવો બાયોમેડિકલ કચરો ઠાલવવામાં આવ્યો હોવાથી સેનેટરી ઇન્સ્પેક્ટર લાલભાઈ પટેલ દ્વારા રાજેશ હોસ્પિટલના સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...