તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કલોલ જીઆઇડીસીમાં આવેલી એક ફેકટરીમાં ગત મોડી રાત્રે મશીનમાં કેમિકલની બેચ ભરતી વખતે એકાએક પ્રચંડ ધડાકો થયો હતો. તેમાં ગંભીર ઇજા થવાથી કામદાર રમણલાલ પટેલ ઉંમર વર્ષ 55નું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર કામદારો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ જીઆઇડીસીમાં આવેલી બ્રીક સાયન્સીસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ગત મોડીરાત્રે પ્રચંડ ધડાકો થયો હતો.
હાર્મોન્સનો પાઉડર બનાવતી ફેક્ટરીમાં મશીનો ઉપર કામદારો કામ કરી રહ્યા હતા અને પાઉડર બનાવવા માટેની બેચ મશીનમાં ભરી રહ્યા હતા ત્યારે ધડાકો થયો હતો. રાત્રિના સમયે એકાએક ધડાકો થતા આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. શરીરે ઇજાઓ થતા સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઘાયલોના નામ
(૧) જયવીર મેરુ સિંગ ચાવડા
(૨) પ્રકાશ બબાભાઈ દંતાણી
(૩) મનીષ કુમાર કનુભાઈ જાદવ
(૪) સુનિલકુમાર સુરેશભાઈ પટેલ
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.