તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:કલોલમાં રૂ.10.6 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પ્રમુખ સહિતના સભ્યો હાજર હતા
  • ઓવરહેડ ટાંકી, ડિસ્ટ્રીબ્યુશન, રાઈજનીંગ, લાઈન સહિતના કામો હાથ ધરવામાં આવ્યા

કલોલ નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે રૂ. 10,60,51,273ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં પાલિકા પ્રમુખ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર, કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન એમ પટેલના હસ્તે ગુજરાત સરકારની અમૃતમ યોજના અંતર્ગત રૂ. 10,60,51,273ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

શહેરમાં પીવાના શુદ્ધ પાણીની સમસ્યા હલ કરવા માટે ઓવરહેડ પાણીની ટાંકી, પીવાના પાણીની રાઈજનીંગ લાઈન, ડિસ્ટ્રીબ્યુશન લાઈન, અંડરગ્રાઉન્ડ સમ્પ તેમજ આર.સી.સી.રોડ, પેવર બ્લોક સહિતના વિકાસના કામો હાથ ધર્યા છે. જેમાં કલોલ સિવિલમાં આવેલ પાલિકાના પ્લોટમાં 16 મીટર ઊંચાઈની 7 લાખ લીટરની ઓવરહેડ ટાંકી, લેબર કોર્ટમાં 5 લાખ લીટરનો ચોરસ સમગ્ર તેમજ કલોલના વિવિધ વોર્ડમાં આર.સી.સી.રોડ તથા રસ્તાની બાજુમાં પેવર બ્લોકના કામો ચોમાસા પહેલાં જાહેર રોડ પર ખાડાઓનું પેચવર્ક સહિતના કામો હાથ ધરાયા છે. પાલિકા પ્રમુખ સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...