તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કલોલમાં ઝઘડાની અદાવતમાં 2 યુવક પર છરીથી જીવલેણ હુમલો થતાં ચકચાર

કલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના ટાવરચોક પાસે 2 મહોલ્લાના લોકો વચ્ચે ઝઘડો થયો હતો
 • ટી સ્ટોલ પર ચા પીવા ગયા હતા ત્યારે 3 શખ્સે હુમલો કરતા ફરિયાદ દાખલ

કલોલ શહેરમાં આવેલ ટાવર ચોક પાસે અગાઉની ઝઘડાની અદાવત રાખી 2 યુવકો પણ 3 શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા આ બનાવ બાદ સમગ્ર શહેર સહિત આસપાસના અન્ય ગામમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે પોલીસે હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેરના ગાયના ટેકરા પાસે આવેલા 32 ક્વાર્ટરમાં રહેતા હિમેશ હર્ષદભાઈ ભૂતડીયા (ઉ.વ 25) પ્રાઇવેટ નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત 6 ડિસેમ્બરના રોજ પોતાના મિત્ર નિકુલ રમેશભાઇ વાઘેલા સાથે રાત્રે 10 વાગ્યાના અરસામાં કલોલ ટાવર ચોક ખાતે આવેલ લકી ટી સ્ટોલ પર ચા પીવા ગયા હતા. આ બનાવ બન્યો હતો તે વખતે ફૈઝાન મહંમદ અને યાકુબ તેમજ સાહિલ મલેક ત્યાં આવી ચડયા હતા. અને કહેવા લાગ્યા હતા કે બે દિવસ અગાઉ તમારા મહોલ્લા અને અમારા મોહલ્લા વચ્ચે બકરા બાબતે ઝઘડો થયો હતો.

જેથી તમારે ટાવર પાસે આવવાની ના પાડી હતી. તો તું નહીં કેમ આવ્યો છે એમ કહી ઉશ્કેરાઈ ગયેલા ફેજાને છરી વડે હુમલો કરી દીધો હતો. જેના પગલે હિમેશ તેમજ નિકુલના હાથે ઈજાઓ થવા પામી હતી. જ્યારે યાકુબ તેમજ સાહિલ મલેકે ગડદા પાટું નો માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલતા હોબાળો મચી ગયો હતો. આ અંગે કલોલ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર ત્રણે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલોલ શહેરમાં આવેલ ટાવર ચોક પાસે અગાઉની ઝઘડાની અદાવત રાખી 2 યુવકો પણ 3 શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા આ વિસ્તારમાં થોડો સમય ભારે અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ગાયના ટેકરા પાસે આવેલા 32 ક્વાર્ટરમાં રહેતા હિમેશ હર્ષદભાઈ ભૂતડીયા ગત 6 ડિસેમ્બરના રોજ તેમના મિત્ર સાથે કલોલ ટાવર ચોક ખાતે લકી ટી સ્ટોલ પર ચા પીવા ગયા હતા ત્યારે આવી ઘટના બની હતી અને તેમા આ બંને યુવાનોને હાથમાં ઈજા થઈ હતી ત્યારબાદ આ બંનેને સારવાર માટે લઈ જવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો