લોકોમાં ચિંતા:સોજા ગામમાં તસ્કરોને ચોકીદારે પડકારતા નાસી ગયા

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પર 4 તસ્કરો ચોરી કરવા આવ્યા હતા

કલોલ તાલુકાના ગામડાઓમાં તસ્કરોની રંજાડ વધી ગઈ છે. ચોરીની ઘટનાઓ અને અંજામ આપી રહ્યા છે. સહકારી મંડળીઓ હોય કે ઘર આંગણે બાંધેલા ઢોર હોય તસ્કરો કોઈને છોડતા નથી ત્યારે સોજામાં આવેલ પેટ્રોલ પંપ પર ચોરી કરવા આવેલા તસ્કરોને ચોકીદાર જાગી જતા ભાગી છૂટયા હતા.આ બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે.

આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલોલ પંથકમાં તસ્કરોની રંજાડ વધી ગઈ છે અવાર-નવાર ચોરીની ઘટનાઓ બની રહી છે. જેને લઇને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે અને તસ્કર ટોળકીને ઝબ્બે કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે અને પંથકના સોજા મણિનગરની સીમમાં આવેલ નીલકંઠ પેટ્રોલ પંપ ઉપર તસ્કરો ચોરી કરવાના ઇરાદે ત્રાટકયા હતા.

રાત્રે અઢી વાગે તસ્કરો ત્રાટકયા હતા. ત્યારે ચોકીદાર જાગી ગયા હતા અને જાગી ગયેલા ચોકીદારે તસ્કરને પડકાર્યો હતો તેણે તસ્કરને બૂમ પાડતા અને દીવાલ કૂદી ગયો હતો. ત્યાં હાજર રહેલા તેના અન્ય સાગરિતો પણ ભાગી ગયા હતા. બનાવને પગલે બૂમાબૂમ કરવામાં આવતા લોકો ભેગા થઇ ગયા હતા બનાવ અંગે પોલીસે ચોકીદારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. છેલ્લાં કેટલાંક સમયથી તાલુકાના વિવિધ ગામોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોમાં ચિંતા છે.

અન્ય સમાચારો પણ છે...