તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રૂરતાની હદ વટાવી:સાંતેજમાં ચોકલેટની લાલચ આપી સગીરા પર 3 વાર દુષ્કર્મ આચરાયું

કલોલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સગીરાના પિતા નોકરીએ ગયા બાદ આરોપી ઘરમાં ઘુસી જતો હતો
 • મૂળ UPના ગોરસપુરના યુવાન સામે ફરિયાદ દાખલ કરાઈ

ચોકલેટની લાલચ આપી પડોશીની સગીરા પર પરપ્રાંતિય શખ્સે ત્રણ વખત દૂષ્કર્મ આચર્યુ હોવાની ચોંકાવનારી ઘટના કલોલ તાલુકાના સાંતેજ ખાતેની એક કંપનીની ઓરડીમાં બની હતી. આ અંગે સગીરાના પિતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. તેના આધારે સાંતેજ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સાંતેજના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કંપનીમાં છેલ્લા 8 વર્ષથી એક આધેડ પુરુષ હેલ્પર તરીકે ફરજ બજાવે છે અને કંપનીની ઓરડીમાં પત્ની અને બે દીકરી સાથે રહે છે. રોજના નિયમિત ક્રમ મુજબ તે રોજ સવારે 8 વાગ્યે નોકરી પર હાજર થઇ જતો હતો અને તેની પત્ની તથા મોટી દીકરી રકનપુરની એક કંપનીમાં નોકરી કરતા હોઇ સવારથી ચાલ્યા જતા હતાં. તે સમયે 11 વર્ષની દીકરી ઓરડીમાં એકલી રહેતી હતી.

દરમિયાન નજીકની ઓરડીમાં સંજયસિંહ ઉર્ફે જમાદાર બ્રીજપાલસીંગ ઠાકુર (રહે. રાજવી મેટલની ઓરડીમાં, સાંતેજ, મૂળ રહે-ગોરસપુર, તાલુકો-મહોમદાબાદ,ઉત્તરપ્રદેશ)પણ રહેતો હતો. તેની સાથે નોકરી કરતા તેના મિત્ર સુનિલ યાદવની રૂમમાં પડોશમાં રહેતી સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી સંજયસિંહે બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યુ હતું. સંજયસિંહે આવુ કૃત્ય સતત ત્રણ દિવસ બોલાવીને કર્યુ હોવાની હકીકત સગીરાએ તેના મા-બાપને જણાવી હતી. તેના આધારે સાંતેજ પોલીસે સંજયસિંહ ઉર્ફે જમાદાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવથી આ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો