તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાંતેજમાં 1 રાતમાં 3 જગ્યા ચોરી થતા સ્થાનિકોમાં ફફડાટ

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલના સાંતેજ વિસ્તારમાં ગત 3 ઓગસ્ટના રોજ તસ્કરો ત્રાટક્યા હતા. જેમા એકજ રાતમાં 3 જગ્યા હાથ ફેરો કરી રોકડ સહિતના મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સાંતેજ વિસ્તારમાં આવેલ દેવમ એસ્ટેટની પાસે આવેલ ભેરવનાથ ટ્રેડર્સની પસ્તી પેપરની વખારમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં પસ્તી ગોડાઉનની વખારનું તાળું તોડી 6 જેટલા શકસોએ અંદર પ્રવેશ કર્યો હતો. અને ઓફીસના ડ્રોવર માંથી રૂ. 7000ની રોકડની ઉઠાંતરી કરી હતી. તેમજ તેજ રાત્રે આ તસ્કરોએ બિંદુબેન મિશ્રા અને નેપ્રા કંપનીમાં પણ હાથ ફેરો કર્યો હતો. ફરીયાદ નોધાવતા પોલીસે અજાણ્યા શક્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...