પોલીસમાં રાવ:સાસરિયાંએ પુત્રવધૂ, 2 સંતાનના કેનેડાના પાસપોર્ટ પડાવી લીધા

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ પેટે 40 લાખ નહીં લાવે તો મારી નાખવા ધમકી આપી હતી
  • પતિ, સાસુ-સસરા સહિત 4 આરોપી સામે કલોલ પોલીસમાં રાવ

દિયરના લગ્ન પ્રસંગે પતિ સાથે બે સંતાનોને લઇ કેનેડાથી કલોલ આવેલી પરિણીતાને તેના સાસરિયાએ મારી નાંખવાની ધમકી આપી વિદેશના પાસપોર્ટ અને અસલ ડોક્યુમેન્ટ્સ પડાવી લીધા હોવાથી ફરિયાદ કલોલ શહેર પોલીસમાં નોંધાઇ છે. પતિ, સાસુ, સસરા અને દિયાર સહિત ચાર સામે નોંધાયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દહેજ પેટે રૂ. 40 લાખ પિયરમાંથી નહીં લાવે તો સંતાનો સાથે જાનથી મારી નાંખવાની ધમકી સસરાએ આપી છે. પુત્રીના જન્મ બાદ સાસરિયાઓનો ત્રાસ અને મારઝુડ વધી હોવાનું જણાવાયુ છે.

બનાવની વિગતો એવી છે કે પતિ અને બે સંતાનો સાથે કેનેડામાં રહેતી અવનીબેન રૂશીનભાઇ ત્રિવેદી (ઉં-39) ડિસેમ્બર 2021માં દિયરના લગ્ન હોવાથી સમગ્ર પરિવાર 11મી નવેમ્બરે કલોલની અલકાપુરી સોસાયટીમાં આવ્યો હતો. ત્યાર બાદ સાસરિયાએ આચરેલા અત્યાચાર બાબતે અવનીબેને કલોલ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે 2010માં કલોલની અલકાપુરી સોસાયટીમાં રહેતા રૂશીન કૃષણકાંત ત્રિવેદી સાથે રિતરીવાજ મુજબ થયા હતાં. લગ્ન થયા બાદ મને કેનેડા બોલાવાઇ હતી.

જ્યાં વર્ષ 2012માં પ્રથમ પુત્રીનો જન્મ થયા બાદ મારા સસરા કૃષ્ણકાંત, સાસુ જ્યોત્સનાબેન, પતિ અને દિયર તીર્થનું મારી સાથેનું વર્તન બદલાઇ ગયુ હતું અને તે પુત્રને જન્મ આપ્યો ન હોવાના મહેણાં મારી દહેજની માગણી કરવા લાગ્યા હતાં. દરમિયાન ચાર વર્ષ બાદ પુત્ર અર્થવનો જન્મ થયો હતો. તે પછી પણ કેનેડા આવતા સાસુ-સસરા દહેજની માગણી કરી ત્રાસ આપતા હતાં.

દરમિયાન પરિવારમાં દિયરના લગ્ન હોવાથી અમે કેનેડાથી આવ્યા હતાં. દિયરના લગ્ન લગ્નના ચાર દિવસ પહેલા સસરા કૃષ્ણકાંતે અવનીબેનન સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને ટોઇલેટના બ્રશથી માર મારી ટોઇલેટમાં પુરી દઇ મારા બે સંતાન અને મારો કેનેડાનો પાસપોર્ટ તેમજ અસલ ડોક્યુમેન્ટ્સ પડાવી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...