લગ્નની લાલચે પરિણીતાનું અપહરણ:કલોલમાં લગ્નની લાલચ આપી પરિણીતાને ફોસલાવીને યુવક લઈ ગયો, પિતાએ ફરિયાદ નોંધાવી

કલોલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલમાં રહેતી રેખા (નામ બદલેલ છે) 27/8ના રોજ સાંજે 5 વાગે ઘરે ન આવવાથી રેખાના મમ્મીએ તેમના પિતા વિષ્ણુભાઈ (નામ બદલેલ છે)ને કહ્યું કે, આપણી દીકરી ક્લાસીસ ગઈ હતી પણ હજુ ઘરે આવી નથી. તેનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવે છે. જેથી રેખાના પિતા વિષ્ણુભાઈએ રેખા જે ક્લાસીસમાં જતી હતી એ ક્લાસીસમાં જઈને ક્લાસીસના મેડમને પૂછતા તેમણે જણાવ્યું કે, દીકરી રેખા સમર્થ બંગ્લોઝ પંચવટીમાં રહેતી કોઈ તેની બહેનપણીના ઘરે જવાનું કહી મારી સાથેથી ત્યાં આશરે 3:30 વાગે ત્યાં ઉતરી ગઈ હતી. પછી રેખા ત્યાંથી ક્યાં ગઈ તેની મને કોઈ જાણ નથી.

રેખાના પિતા વિષ્ણુભાઈએ તેમના તમામ સગા સબંધીઓને તથા આજુબાજુ રહેતા તમામ લોકોના ઘરે શોધખોળ ચાલુ કરી દિધી પરંતુ રેખા ક્યાંય મળી નહીં. જેથી તપાસ દરમિયાન રેખાના પિતાને જાણ થઈ કે રેખાને કોઈ ધવલ જીતેન્દ્ર સોલંકી જે અમદાવાદ ખાતે રહે અને રેખા તેના પરિચયમાં આવેલી હતી. રેખાના પિતાએ ધવલ જીતેન્દ્રભાઈ સોલંકીનુ સરનામું લઈને તાબડતોડ ધવલ સોલંકીના ઘરે પહોંચી ગયા હતા. જ્યા ધવલના પિતા જીતેન્દ્રભાઈ રણછોડભાઈ સોલંકી જણાવ્યું કે, 27/8ના સાંજે 7:00 વાગ્યા પછી મારો દીકરો ધવલ સોલંકી ઘરે આવ્યો નથી અને તે ક્યાં છે તેની અમને પણ જાણ નથી. માટે રેખાના પિતાએ ધવલ સોલંકી જે સૈજપુર અમદાવાદ રહે છે. તેના ઉપર કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પરિણીત સ્ત્રી રેખાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...