ચોર ચપ્પલ મુકી ફરાર:કલોલમાં પગપાળા સંઘ લઈને ગયેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી

કલોલ23 દિવસ પહેલા

કલોલ ગોપાલ નગરમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ બારોટ જેવો કલોલ ખુની બંગલા પાસે ચામુંડા ટી સ્ટોલ અને પાન પાર્લરની દુકાન ચલાવીને ગુજરાત ચલાવે છે. ગત તારીખ 3/9/22ના રોજ ગોપાલભાઈ બારોટ તથા તેમની પત્ની આશાબેન અને ગોપાલભાઈના સાળા નિલેશભાઈ તથા સોસાયટીના માણસો સાથે સવારે 8:00 વાગે ગોજારીયાથી આગળ કડા સધી માતાના મંદિરે પગપાળા સંઘ લઈને ગયા હતા.

ચોરના ચપ્પલ
ચોરના ચપ્પલ

આજે સવારે 5:00 વાગે ગોપાલભાઈના સાળાના દિકરા હિમાંશુ બારોટનો ફોન આવ્યો અને કહ્યું કે ભરત ફુવા તમારા ઘરની મુખ્ય જાળીયો ખુલ્લી છે અને ચોરી થયું હોય એવું લાગે છે. જેથી ભરતભાઈ બારોટ ગોજારીયાથી પોતાના ઘર તરફ પાછા વળી ગયા હતા અને ઘરે આવીને જોયું તો ઘરની મુખ્ય જાળી ખુલ્લી હતી અને ઘરનું તાળું નીચે પડ્યું હતું. જેથી ભરતભાઈએ ઘરમાં અંદર જઈને તપાસ કરતા ઘરના બેડરૂમમાં રહેલી તિજોરી ખુલ્લી હતી અને તિજોરીનો દરવાજો વળી ગયો હતો. તેમજ તિજોરીનું લોક પણ તૂટેલી હાલતમાં હતું. તિજોરીની અંદરના સામાન રૂમના બેડ ઉપર વેરવિખેર હાલતમાં પડેલો હતો. તિજોરીના લોકરમાં મુકેલા પત્નિના સોનાના દાગીના ગાયબ હતા.

જે દાગીનામાં બે સોનાના દોરા, રુદ્રાક્ષની સોનાની માળા, પુરુષની સોનાની ચાર વિટી, એક સોનાનો મંગલસૂત્ર, સ્ત્રીઓની ચાર વિટી, તેમજ ભરતભાઈની દીકરીને દસેક દિવસ પછી ભણવાના અર્થે લંડન જવાનું હોવાથી તેની ટિકિટ તથા તેના ખર્ચા પેટેના 5,00,000 રૂપિયા રોકડા પણ પડ્યા હતા જે તમામ તિજોરીમાંથી ગાયબ હતા. 5 લાખ રોકડા અને દાગીના એમ કુલ મળીને રૂ.12,50,000ને ચોરી ભરતભાઈના ઘરે થઈ હતી. જેની ફરિયાદ ભરતભાઈએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલાસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...