વિવાદ:કલોલમાં સગીરાને અજાણ્યા શખસે માર મારતાં બેભાન, માથાના ભાગે માઈનોર હેમરેજ થઈ ગયું

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલમાં અજાણ્યા શખ્સે માર મારતા પડી ગયેલી સગીરાને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. માથાના ભાગે માઈનોર હેમરેજ તેમ ખેંચ આવી જતા જીભ તથા હોંઠાના અંદરના ભાગે વાગતા સગીરા બેભાન થઈ ગઈ હતી. ત્યારે સગીરાને કોણે માર માર્યો છે અને કેમ માર્યો છે તે અંગે પરિવાર હજુ અજાણ છે. સમગ્ર મુદ્દે કલોલ શહેર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કલોલમાં ખોડીયાર કોલોની ખાતે રહેતાં નરેનકુમાર શાહુએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ખાત્રજ ખાતે મીલમાં નોકરી કરતાં ફરિયાદના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે. તેમની દીકરી 11માં ધોરણમાં અભ્યાસ કરે છે, જે સાંજના સમયે ટ્યુશન જાય છે.

બુધવારે સાંજ સવા સાત વાગ્યે સગીરા ટ્યુશનથઈ છૂટીને ઘરે જતી હતી ત્યારે ગોગા મહારાજના મંદિર પાછળ કોઈ અજાણ્યા શખ્સે તેને મારમાર્યો હતો. જેમાં તે રોડ પર પડી જતા અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો. ઘટના અંગે જાણ થતા સગીરાના પરિવારજનોએ પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જતા તેને સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાઈ હતી.

સગીરાને કોણે અને કેમ માર માર્યો તે અંગે પરિવાર અજાણ છે. બીજી તરફ સગીરા બેભાન અવસ્થામાં હોવાથી આ અંગે તેને કઈ પૂછી શકાયું નથી. જેને પગલે સમગ્ર કલોલ પોલીસે સગીરાને માર મારવા મુદ્દે અજાણ્યા​​​​​​​ શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા હવે સગીરાના ટ્યુશન ક્લાસ સહિતના તેને જાણતા લોકોની પૂછપરછના આધારે આગળની તપાસ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...