તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી પોલીસ:કલોલમાં નકલી પોલીસ બની તોડ કરવા આવેલાં ભાઈ બહેન ઝડપાયાં

કલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દિરાનગરમાં દારૂનો ધંધો કરનાર પાસે પૈસાની માગણી કરી હતી
  • પોલીસે નકલી પોલીસ બની આવેલા બંને સામે ગુનો નોંધ્યો

કલોલના મહેન્દ્ર મિલ રોડ ઉપર આવેલ ઇન્દિરાનગરના ખાડામાં દેશી દારૂનો ધંધો કરતા શખ્સને ત્યાં પહોંચી ગયેલા નકલી પોલીસે તમારી સામે કાર્યવાહી કરવાની છે તેમ કહીને રૂપિયાની માગણી કરી હતી. ત્યારે મહિલાને શંકા જતા તેણે પોલીસને બોલાવી હતી, ત્યારે આ બંને લોકો નકલી હોવાનું માલૂમ પડ્યું હતું પોલીસે બંનેને પોલીસ મથકે લઇ જઇને તેમની સામે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.

આ બાબતે કલોલ શહેર પોલીસ મથકમાં સોનાબેન ઉર્ફે સોનલબેન કેશાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાના ઘરે હાજર હતા. ત્યારે એક મહિલા અને એક પુરુષ તેમના ઘરે આવ્યા હતા. અને બંને જણા અમદાવાદ ક્રાઇમમાંથી આવું છું તેમ કહી રોફ જમાવ્યો હતો. અને તમે દેશી દારૂનો ધંધો કરો છો, જેથી તમારી સામે કાર્યવાહી કરવી પડશે તેમ કહીને ફોટા પાડવા લાગ્યા હતા. જેથી ફોટા પાડવાની ના પાડતાં તે લોકોએ કહ્યું હતું કે તમારી સામે કાર્યવાહી કરવી ન હોય તો રૂપિયા 10,000 આપવા પડશે તેમ કહી આ મહિલા અને પુરુષ રૂપિયા 10,000 બળજબરીથી લઇને જતા રહ્યા હતા. ત્યારબાદ 15 દિવસ પછી ફરીથી આ મહિલા અને પુરુષ બંને આવ્યા હતા. અને ફરીથી તમારી સામે દારૂ અંગે કાર્યવાહી કરવી પડશે તેમ કહીને રોફ જમાવ્યો હતો. અને રૂપિયા 10 હજારની માગણી કરી હતી. ત્યારે મહિલાએ અમો ગરીબ છીએ અમારી પાસે આટલા પૈસા ના હોય તેમ જણાવતા શખ્સે તેમના પતિના ખિસ્સામાંથી 2000 રૂપિયા કાઢી લીધા હતા.

ત્યારે મહિલાને આ માણસો શંકાસ્પદ લાગતાં તેમણે આસપાસના લોકોને ભેગા કરીને પોલીસ બોલાવી હતી. પોલીસે બંનેની તલાસી લેતા તેમની પાસેથી ઝાલાવાડ પ્રેસના કાર્ડ મળી આવ્યા હતા. બંને નકલી પોલીસ હોવાનું માલુમ પડતાં પોલીસે આશાબેન અલ્પેશકુમાર પંચાલ (રહે. દરિયાપુર અમદાવાદ) તથા અજય કુમાર જીવણભાઈ પંચાલ (રહે. નવીન પટેલ કોલોની કલોલ)ને ઝડપી લીધા હતા. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...