છેતરપિંડી:કલોલમાં ATM કાર્ડ બદલી 25000 ઉપાડીને ગઠિયો ફરાર, બેન્ક ઓફ બરોડાના ATMમાં ગયા હતા

કલોલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટીએમમાં પીન જનરેટ માટે ગયેલા વૃદ્ધની મદદ કરવાના બહાને કાર્ડ બદલી રકમ ઉપાડી લીધી હતી

એટીએમમાં પૈસા ઉપાડવા કે પીન બદલવા માટે જતા વૃદ્ધો અથવા અભણ લોકોને ગઠિયાઓ નિશાન બનાવતા હોય છે. જેમાં એટીએમની આસપાસ ફરતા ગઠિયા લોકોની મદદ કરવાના બહાને તેમનું એ.ટી.એમ. કાર્ડ બદલી નાખતા હોય છે. ત્યારબાદ ખાતામાંથી મોટી રકમની ઉઠાંતરી કરવાના બનાવો સામે આવતા હોય છે. આ જ પ્રકારનો એક બનાવ કલોલ પુર્વના વૃદ્ધ પાસે બનવા પામ્યો છે. જેમાં ગઠીયો 25,000 રૂ. ની ઉઠાંતરી કરી પલાયન થઈ જતા ફરિયાદ નોંધાવા પામી છે .

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલી મથુરેશ સોસાયટીમાં 65 વર્ષીય બાબુભાઈ માધવલાલ જાદવ પોતાના પરિવાર સાથે રહે છે. અને નિવૃત જીવન ગાળી રહ્યા છે. તેઓ તારીખ 9 મે ના રોજ સવારે કલોલના મહેન્દ્રમીલ રોડ પર આવે બેન્ક ઓફ બરોડાના એટીએમ ખાતે પોતાના કાર્ડનો પીન જનરેટ માટે ગયા હતા.

તે સમયે એક અજાણી વ્યક્તિ ત્યાં આવી તેમને પિન જનરેટ કરવામાં મદદ કરવાનું જણાવી અને તેમને વિશ્વાસમાં લીધા હતા. અને આ વૃદ્ધની નજર ચુકવી તેમનુ એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. અને ત્યારબાદ તેમના એકાઉન્ટમાંથી રૂ. 25,000 ઉપાડી લીધા હતા. ત્યારબાદ આ અંગે બાબુભાઈએ તેમના ખાતામાં પૈસા ઉપાડતા અને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાઈ આવ્યું હતું. જે અંગે તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...