ગેસના બાટલાનું ગેરકાયદે વેચાણ:કલોલમાં ઘરેલુ સિલિન્ડરમાંથી નાના ગેસના બાટલા પકડી બે નંબરનો ધંધો કરતો વેપારી પકડાયો

કલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ સાતેજ ચોકડી નજીક આવેલા અજંતા કોમ્પ્લેક્સમાં નાગણેશ્વરી જનરલ સ્ટોરમાં ઘરવખરીનો સર સમાન તથા અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હતું. તે સમય દરમિયાન ગાંધીનગર પોલીસને ખાનગી રાહે બાદમી મળતા કે દુકાનમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ સિલિન્ડર અલગ અલગ કંપનીના તથા અલગ અલગ વજનના રાખી દુકાન માલિક વેચાણ કરે છે. જેથી ગાંધીનગર પોલીસે અજંતા કોમ્પલેક્ષ ખાતે નાગણેશ્વરી જનરલ સ્ટોરના કાઉન્ટર ઉપર બેસેલા માણસને પૂછતા દુકાનદારે પોતાનું નામ નરેન્દ્ર ભાઈ ભુપેન્દ્રભાઈ દાસા જણાવ્યું અને દુકાન ની અંદર નજર કરતા ગેસના સીલીન્ડર અલગ અલગ કંપનીના કુલ સાત એને નાના સિલિન્ડર ગેસ ભરેલા તેમજ સીલ બંધ વગરના મળી આવેલા જે બાટલા ઉપર સુપર કેસ તથા પાવર કિંગ તથા orient bajaj એમ ત્રણ ઉપર સૂર્યા લખેલા સિલિન્ડર મળી આવેલ હતા. જેની અંદાજે કિંમત 700 લેખે કુલ 4900નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જેથી ગાંધીનગર પોલીસે નરેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ દાસાને સાતેજ ચોકડી પાસે આવેલ અજંતા કોમ્પલેક્ષમાં નાગણેશ્વરી જનરલ સ્ટોરની નામની દુકાનમાં ગેરકાયદેસર તેમજ વગર પાસ પરમિટે રાધન ગેસના નાના નાના સિલિન્ડર અનઅધિકૃત રીતે કોઈ પણ જાતની વ્યવસ્થા વગર પોતાની દુકાનમાં વેચાણ કરી રહ્યા હતા. તેમના વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે જાણવાનું એ રહ્યું કે આવા વેપારીઓ નાની બોટલ ભરવા માટે ગેસની બોટલો ક્યાંથી લાવે છે? શું આમાં કોઈ ગેસ એજન્સીઓ વાળા સંડોવાયેલા હોઈ શકે છે? અને જો હોય તો આગળની કાર્યવાહીમાં કોઈ મોટા નામ ખુલી શકે તેવી શક્યતા ખરી?

અન્ય સમાચારો પણ છે...