તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:કલોલમાં કોલેરાના વધુ 8 કેસ, 6ને હોસ્પિટલમાં ખસેડાયા

કલોલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 43 ટીમ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરાયું ક્લોરિનની 7249 ગોળીનું વિતરણ કરાયું

કલોલ રોગચાળામાં મંગળવારે નવા આઠ કેસ નોંધાયા હતા, છેલ્લા અઠવાડિયાથી ચાલતા સીલસીલામાં રોજ નવા કેસો નોંધાઈ રહ્યાં છે. કલોલ ખાતે જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રની કુલ 86 કર્મચારીઓની કુલ 43 ટીમ દ્વારા વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ દ્વારા ઝાડા ઉલટી કેસો શોધી તેઓને સારવાર આપી હતી. તમામ પાણીના સ્રોત પર સુપરવાઇઝરી ટીમ દ્વારા સુપર ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી હતી.

સઘન સર્વેલન્સ કરીમાં કુલ 227 ક્લોરીનેશન ટેસ્ટ કરાયા હતા. આ સાથે કુલ 7249 ક્લોરીન ગોળી તથા કુલ 724 ORSનું વિતરણ કરવામાં આવ્યું હતું. 8 નવા કેસમાં હાલમાં 6 લોકોને દાખલ કરાયા હતા જ્યારે 2 દર્દીઓને સ્થળ પર સારવાર અપાઈ હતી. તંત્ર દ્વારા હાલ ટેન્કરમાં ક્લોરીનેશન કરી સપ્લાય આપવામાં આવે છે, જે પીવાના ઉપયોગ માટે લેવા રીક્ષા પ્રચાર કરવામા આવે છે. કલોલ નગરપાલિકા દ્વારા આપવામાં આવતા જીવનધારા જલ યોજનાના પાણી સપ્લાયમાં ક્લોરીનેશન કરવા ચીફ ઓફિસરને જણાવ્યું હતું. રોગચાળા અટકાયત જન જાગ્રુતી માટે પત્રિકા દ્વારા પ્રચાર પ્રસારની વ્યવસ્થા કરાઈ.

અન્ય સમાચારો પણ છે...