કોરોના મહામારી:કલોલમાં જાહેરનામાના ભંગ બદલ વધુ 4 દુકાનો સીલ કરી 3200નો દંડ વસુલાયો

કલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનો સીલ કરવાની કામગીરીથી વેપારીઓમાં રોષ ફેલાવા પામ્યો

કોરોનાના સંક્રમણને અટકાવવા મથામણ કરાઈ રહી છે. જ્યારે બીજી બાજુ સોશિંયલ ડિસ્ટન્ટનુ પાલન નહી કરતા દુકાનદારો પર પણ દંડ તેમજ સીલ મારવાની પ્રક્રિયા કરાઈ રહી છે. જેમાં કલોલની વધુ ચાર દુકાનો સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં નવજીવન મીલ કંમ્પાઉન્ડમાં આવેલ સોમ્ક બાર, ન્યુ રીયલ મોબાઈલ, રાજારામ ટોઈઝ અને નિષ્યમ મોબાઈલ નામની દુકાનોને સીલ કરીને રૂપિયા ૩૨૦૦નો દંડ પણ વસુલ કર્યો હતો. દુકાનો સીલ કરવાની કામગીરીથી વેપારીઓમાં રોષ ફેલાવા પામ્યો છે. આ અંગે કલોલ નગરપાલીકાના ચીફ ઓફીસર મનોજ સોલંકીએ વેપારીઓને પોતાનો ધંધો રોજગાર સોસીયલ ડિસ્ટન્ટનુ પાલન કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...