કોર્ટે અરજી ફગાવી:2.60 લાખના લાંચ કેસમાં કોર્ટે કલોલ મામલતદારના જમીન ફગાવ્યા દીધા

કલોલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કલોલની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી

કલોલમાં લાંચ કેસમાં પકડાયેલા મામલતદાર મયંક પટેલની જામીન ના મંજૂર થયા છે. 25 એપ્રિલના રોજ કલોલ મામલતદાર કચેરીમાં મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર 2.60 લાખની લાંચનાં છટકામાં ઝડપાયા હતા. તે સમયે નાયબ મામલતદાર પ્રવિણ પરમાર ભાગી ગયો હતો. જેલના સળીયા પાછળ ધકેલાયેલા મામલતદાર મયંક પટેલ દ્વારા કલોલની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

મળેલી માહિતી મુજબ આરોપી મુખ્ય સૂત્રધાર હોવાથી જામીન આપી ન શકાય તેમ જણાવીને કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા હતા. 15 દિવસ પહેલાં કલોલ મામલતદાર કચેરીનો તાલુકા મામલતદાર-એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એન. એમ. પટેલ, નાયબ મામલતદાર પ્રવિણ મૂળજીભાઈ પરમાર અને ઓપરેટર નિખિલ પાટીલ લાંચના છટકામાં ફસાયા હતા.

મુલસણા ગામની બિનખેતી લાયક જમીન ટ્રસ્ટમાં વેચાણની 23 એન્ટ્રી કરાવવા માટે અરજી થઈ હતી. જેમાં આરોપી ઓપરેટર નિખિલ પાટિલે એન્ટ્રી દીઠ 12 હજાર લેખે કુલ 2.76 લાખની માંગણી કરી હતી. જે રકઝકના અંતે રાઉન્ડ ફીગર 2.50 લાખ નક્કા થયા હતા, જોકે ઉપરાંત ઈ-ધરામાં 10 હજારની રકમનો વધારો કરી 2.60 લાખની માંગણી થઈ હતી. એસીબીના છટકા સમયે નાયબ મામલતદાર પ્રવિણ પરમાર ભાગી ગયો હતો, જેને ચાર દિવસ પહેલાં જ એસીબીએ તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...