ગાંધીનગર એસ.ઓ.જી ત્રાટકી:કલોલ મંગલમૂર્તિ ફાર્મની આગળ ખુલ્લા ખેતરમાં ગેરકાયદેસર રીતે કેમિકલ બનાવતી ફેક્ટરી કાર્યરત, SOGએ તપાસ હાથ ઘરી

કલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ સિંદબાદ હોટલ પાસે આવેલા કે.આઇ.આર.સી કેમ્પસની પાછળ અને મંગલમૂર્તિ ફાર્મની આગળ ખુલ્લા ખેતરમાં પતરાનો શેડ બનાવીને ગેરકાયદેસર કેમિકલ યુક્ત ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. જેની ગાંધીનગર એસ.ઓ.જી ટીમને ખાનગી બાતમી મળતા જગ્યા ઉપર ત્રાટકી હતી.

ઉલ્લેખનીય છે કે ખુલ્લા ખેતરમાં એક પતરાનો શેડ બનાવીને તેની નીચે કેમિકલ એસિડ જેવો પ્રવાહી બેરલોમાં ભરેલો હતો. જે એક બેરલ 200 લીટર કેમિકલની માત્રાવાળું હતું. એવા 31 કેમિકલના બેરલો સ્થળ ઉપર પડ્યા હતા. તેમજ શેરની બાજુમાં તથા પાછળના ભાગે અલગ અલગ ત્રણ ખાડા કરીને પ્રદૂષિત પાણી એ ખાડાઓમાં ભરેલું હતું.

જેથી એસ.ઓ.જી ટીમને આ કોઈ કેમિકલની ફેક્ટરી હોય એવા અણસાર થઈ ગયા હતા. માટે સામે આવેલી હોળીમાં તપાસ કરતા એક માણસ ઝડપાયો હતો. જેની એસોજી ટીમે પૂછપરછ કરતા તેનું નામ રમેશભાઈ અરજણભાઈ ચાવડા જાણવા મળ્યું હતું. જે આ ફેક્ટરીની દેખરેખ રાખતો હતો. રમેશભાઈ ચાવડાને પોલીસ દ્વારા માલિક અંગે પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે, આ ફેક્ટરીના માલિક મીત અરવિંદભાઈ પટેલ તથા મિહિર હરેશભાઈ પટેલ જે બંને અમદાવાદ રહે છે. જેથી સદર ફેક્ટરી કેમિકલ યુક્ત ફેક્ટરી છે અને પ્રદુષણ યુક્ત હોઈ જગ્યાએ પ્રદૂષણ નિયત અધિકારી તથા મામલતદાર દ્વારા તપાસ કરાવી જરૂરી જણાતા ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમ બંને અધિકારીઓને સ્થળ ઉપર બોલાવીને તપાસ કરાવી હતી. તે દરમિયાન પ્રદુષણ નિયંત્રણ અધિકારીઓને પણ સ્થળ ઉપર પરીક્ષણ કરી જરૂરી સેમ્પલ તેમજ નમૂના લીધેલા હતા.

તે માટે ગાંધીનગર એસ.ઓ.જી ટીમે આરોપી (1) મીત અરવિંદભાઈ પટેલ તથા (2) મિહિરભાઈ હરેશભાઈ પટેલ જેવો લાયસન્સ કે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ફેક્ટરીમાં કામ કરતા માણસોના સ્વાસ્થ્યની કાળજી રાખ્યા વગર તથા આજુબાજુની ખેતી લાઈન જમીનને પણ નુકસાનના ઈરાદાથી તેમજ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવાથી આસપાસના માણસોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જેથી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી ગાંધીનગર એસોજીએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...