પ્રેમ કહાની:જિલ્લા પંચાયતના ડેલીગેટ અને પત્ની વચ્ચેના સંબંધનો પતિનો આક્ષેપ

કલોલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • ડેલીગેટ સામે વ્યભિચારનો ગુનો દાખલ કરવાની માંગ
  • બંને વચ્ચેનાં આડાસંબંધે પતિ તથા દીકરીઓનું જીવવું હરામ કરી નાખ્યું, 4 વર્ષથી કહ્યામાં નથી: ફરિયાદીની વેદના

કલોલ તાલુકાનાં એક યુવાન દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અપાયેલી પોલીસ અરજીમાં તેમની પત્ની સાથે આડાસંબંધ ધરાવનાર જિલ્લા પંચાયત એક સ્થાનિક ડેલીગેટ સામે વ્યભિચારનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બે દિકરીની માતા એવી આ મહિલા ગમે ત્યારે ઘરે પતિ તથા સંતાનોને એકલા મુકીને દિવસો સુધી ઘરે આવતી ન હોવાનું સામે આવ્યુ છે.

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટરને સંબોધીને આપવામાં આવેલી આ અરજીમાં જણાવવામાં આવ્યુ છે કે તેમનાં લગ્ન 10 વર્ષ પહેલા મહેસાણાનાં એક ગામની યુવતી નિતા (નામ બદલેલ છે) થયા હતા અને હાલ તેમને સંતાનોમાં બે દિકરીઓ છે. ફરિયાદીએ જણાવ્યુ છે કે તેમની પત્નિ છેલ્લા 4 વર્ષથી કહ્યામાં નથી અને ગમે ત્યારે 15-20 દિવસ સુધી ઘરેથી કહ્યા વગર ચાલી જાય છે અને ઘરે પરત આવે ત્યારે પુછે તો ઝઘડો કરે છે.

રાત્રે મોડે સુધી ફોન પર વાતો કરે છે. યુવાને આક્ષેપ કર્યો છે કે આ દિશામાં વધારે તપાસ કરતા જાણવા મળ્યુ કે જિલ્લા પંચાયતનાં એક ડેલીકેટ સાથે તેણીનાં આડા સંબંધો છે અને તેણે તેમનાં પરીવારનું જીવન બરબાદ કરીને સમાજમાં આબરૂ ખરાબ કરી નાંખી છે. આ ડેલીકેટ સામે વ્યભિચારનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથે સાથે તેમની પત્નિનો મોબાઇન નંબર પણ આપ્યો છે અને તેની કોલ ડીટેઇલ કઢાવવાની પણ માંગ કરી છે.સમાજમાં છેલ્લાં કેટલાંક સમયથી આવા બનાવોનું પ્રમાણ વધી રહ્યુ છે જે ચિંતાજનક છે.ત્યારે આવા બનાવોમાં ઘટાડો થાય તેવી સમાજના કેટલાંક લોકો દ્વારા લાગણી વ્યકત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...