તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:1 લાખની નોટો જેવું બંડલ આપી ગઠિયો વૃદ્ધના રૂ. 38,500ના દાગીના લઈ છૂ

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણતરીના કલાકોમાં પોલીસે નરોડાના 2ને ઝડપી લીધા
  • વૃદ્ધાએ ઘર જઈ થેલી ચેક કરતાં કાગળના ટુકડા મળ્યા

એક લાખ રૂપિયાની નોટો જેવું કાગળનું બંડલ આપી વૃધ્ધાએ પહેરેલા સોનાના દાગીના પડાવી 2 શખ્સો છૂમંતર થયાં હતાં. આ અંગે પ્રાપ્ત વિગતો, અનુસાર કલોલના સરદાર બાગ પાસે રહેતા બદામીબહેન માળી (ઉ-65) આજે સવારે 11 વાગ્યે ઘરેથી નીકળી બજારમાંથી કેરીની ખરીદી કરી પરત ફરી રહ્યાં હતાં. ત્યારે ગાયોના ટેકરા નજીક મંદિર પાસેથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે 2 અજાણ્યા શખ્સોએ તેમને અટકાવી વિશ્વાસમાં લીધા હતાં અને કહ્યું હતું કે માજી અમારી પાસે થેલીમાં એક લાખ રૂપિયાની નોટો ભરેલુ બંડલ છે, જે તમને અમે આપી દઇએ અને તેના બદલામાં તમે અમને તમે પહેરેલા દાગીના આપી દો.

અમે રૂપિયા લઇને આગળ જઇ શકીએ તેમ નથી. આમ તેમની વાતમાં ભોળવાઇ વૃધ્ધાએ ગળામાં પહેરેલું રૂ.9500ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર અને કાનમાં પહેરેલી રૂ.29 હજારની સોનાની 2 બુટ્ટીઓ કાઢીને આપી દીધી હતી. તેના બદલામાં વૃધ્ધાને 1 લાખ રૂપિયાના બંડલ મુકેલી થેલી આપી બન્ને શખ્સો નાસી ગયા હતાં.

દરમિયાન વૃધ્ધાએ ઘરે જઇને થેલીમાંથી બંડલ કાઢીને તપાસ કરતાં ચલણી નોટોના બદલે નોટની સાઇઝમાં કાપેલા કાગળના ટૂકડા મળ્યા હતાં. ઉચ્ચ અધિકારીની સૂચનાના આધારે કલોલ શહેર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને બાતમીના આધારે તપાસ કરતાં 2 શખ્સે સિંદબાદ હોટલ નજીક પુલ નીચે ઊભા હોવાની જાણકારી મળતાં તેમને કોર્ડન કરી ઝડપી લઇ તેમની પાસેથી સોનાનું મંગળસૂત્ર અને સોનાની બુટ્ટાનો કુલ રૂ. 38,500નો મુદ્દામાલ કબજે કર્યો.

બન્ને આરોપી મૂળ દિલ્હીના રહેવાસી
પોલીસે ઝડપી પાડેલા આરોપી શખ્સોમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં ભદ્રેશ્વર નજીક જોગણી માતાના મંદિર પાસે રહેતા સન્ની કેશવભાઇ બાવરી (ઉ-36) અને કમલ અર્જુનભાઇ સોલંકી બાવરીનો સમાવેશ થાય છે. આ બન્ને શખ્સો મૂળ દિલ્હીના ઉત્તમનગરના રહેવાસીઓ છે.

અન્ય સમાચારો પણ છે...